Gujarat rain update:- રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, પાંચ દિવસ અહીં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. વધારે વરસાદની કોઇ સંભાવના નથી. એવુ પણ થઇ શકે કે, કેટલાક તાલુકામાં જરાપણ વરસાદ ન થાય પરંતુ દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ આશંકા છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ક્યાંક સામાન્ય વરસાદની પણ આશંકા છે. એકાદ જગ્યાએ ભારે વરસાદ થઇ શકે છે. પરંતુ વધારે વરસાદની શક્યતા નથી.
હવામાન વિભાગે પ્રસિદ્ધ કરેલા મેપ પ્રમાણે આજે ગુજરાતનો નક્સો વાદળી રંગે રંગાયો છે. એટલે કે, આખા ગુજરાતમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી.
હવામાન વિભાગના મેપ પ્રમાણે આવતી કાલે દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, મહેસાણામાં વરસાદની જરા પણ આગાહી કરવામાં આવી નથી. જ્યારે કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી છે અને તે ઉપરાંતના સ્થળોમાં કેટલાક સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.