ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું આવી ગયું છે. આ સાથે આવનારા 48 કલાક બાદ ગુજરાતમાં વરસાદ વધારે તેજ બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ જેમ વરસાદ થશે તેમ તેમ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઓછું થશે. આજથી ગુજરાતના 40 ટકા વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે.
રાજ્યમાં 20 ટકા જિલ્લામાં ચોમાસું બેસી ગયુ છે. જોકે, ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું બેઠુ છે. ગુજરાતની સાથે મુંબઈમાં પણ આજે જ ચોમાસું બેઠું છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. 48 કલાક બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેઠું છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાચાવરણ રહેશે.
તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ રહેશે. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આજે ગુજરાત પ્રદેશના આણંદ, પંચમહાલ, દાહોદ મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આવતી કાલે 26મી તારીખને સોમવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
27મી તારીખે એટલે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના
28મી તારીખે એટલે બુધવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
29મી તારીખે ગુરુવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.