Ambalal Patel forecast:- રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે અનેક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, વરસાદનો અન્ય રાઉન્ડ આવશે અને 15 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે.
વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, કુદરત જાણે કોપાયમાન થઇ છે તેવું લાગે છે. રાજ્યમાં હજી ત્રણ ચાર દિવસ વરસાદનું જોર રહેશે. જ્યારે અમદાવાદમાં 23 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, સૌરાષ્ટ્રનના ભિન્ન ભિન્ન ભાગમાં ભારે હાની થઇ શકે છે. આ સાથે પ્રાણીઓને પણ હાની થઇ શકે છે. કચ્છમાં ફરીથી વરસાદ થશે અને આ સાથે પવનનું જોર પણ થશે. જેથી બાગાયતી પાકો અને જે કલમો નવી છે તે પડી ન જાય તે અંગેનું ધ્યાન રાખવાનું રહેશે.
તેમણે એમ પણ જણાવ્યુ કે, 26મી જુલાઇના રોજ અન્ય એક નવા ટ્રફનું ડિપડિપ્રેશન બનાવાની શક્યતા રહેશે. આ સાથે ઓગસ્ટમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેના લીધે ઓગસ્ટમાં બેક ટુ બેક ડિપ ડિપ્રેશન આવશે અને બંગાળની ખાડીમાં ભારે પવન અને વાવાઝોડું સર્જાશે. તારીખ 27, 28, 29માં ફરીથી પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના મુંબઇમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 30મી જુલાઇથી ત્રીજી-ચોથી ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યકતા છે.
આ સિસ્ટમ 15 ઓગસ્ટ સુધી રહેશે જેના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જો ઓગસ્ટની બીજી અને ત્રીજી તારીખે વરસાદ શરૂ થઇ જશે તો ઉત્તર, મધ્ય ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ શરૂ થઇ શકે છે. ઉપરાંત તાપી નદીના જળસ્તર વધશે. આ વરસાદ પણ ધબધબાટી બોલાવશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
Pingback: Gujarat Rain: આવનારા 24 કલાક માં ગુજરાતના આ જિલ્લાઓ ડૂબી જશે એટલો પડશે અનરાધાર વરસાદ જલ્દીથી જોઈલો તમારા ત