You are currently viewing Gujarat Weather Forecast: માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા કાઢશે

Gujarat Weather Forecast: માવઠાની રિ-એન્ટ્રી, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા કાઢશે

Gujarat Weather Forecast:- રાજ્યના ફરી એકવાર હવામાનમાં પલટો આવી શકે તેવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયાના આવનારા દિવસો માં માવઠાની આગાહી (Forecast) કરી છે અને રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે તેવી શક્યતાઓ રજુ કરવામાં આવી છે.




હવામાન વિભાગ દ્વારા આવનારા 24 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ નહીં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી(Forecast) કરતા જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના લીધે ખેડૂતો ને ખુબજ નુકસાની વેઠવી પડી શકે છે. અને ફરીથી એકવાર વરસાદની આગાહીએ તો ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.

રાજ્યના હવામાન વિભાગના વડા ડૉ. મનોરમા મોહંતી દ્વારા ગુજરાતના હવામાન અંગે આગાહી (Forecast) કરતા જણાવ્યું કે, “આવનારા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નહિવત છે પરંતુ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને 28થી 31 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદ અને વીજળીના કડાકા સાથે માવઠું થવાની સંભાવનાઓ રહેલી છે.”




આ વરસાદ થવાનું મુખ્ય કારણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે તે માનવામાં આવે છે. જેથી 29 તારીખે થી સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ ના વિસ્તાર સિવાયના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

30મી માર્ચેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, માં વરસાદ થઈ શકે છે, આ સિવાય પણ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બીજા પણ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.




આ સિવાય 31મી તારીખ ના રોજ અમદાવાદ અને ગાંધીનગર સહિત ના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

આથી ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવાની ખુબજ જરૂર છે, જો ઉભો પાક ત્યાર થઇ ગયો હોય તો તેને વરસાદ થી પલળી ન જાય તે રીતે યોગ્ય જગ્યાએ મુકવો અને જો માર્કેટ યાર્ડ માં મોકલવો હોય તો તાલપત્રી અને બોવ પૈસાની જરૂર ન હોઈ તો એક વાર હવામાન સાવ ક્લીયર થઇ જાય ત્યારબાદજ મોકલવો જેથી કરીને ત્યાં પણ માલ વરસાદ ને લીધે બગડે નહિ.

અમે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે ખેડૂતોને જે કઈ નુકશાન થયું છે તેનો જલ્દીથી સર્વે કરે અને ખેડૂતોને તેનું યોગ્ય વળતળ આપે.

1 એપ્રિલ થી બદલાઈ જવાના છે. આટલા નિયમો જેની સિધ્ધીજ અસર તમારા ખિસ્સા પર પડશે જાણો ક્યાં ક્યાં નિયમો બદલાવવાના છે નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને.




અહીં ક્લિક કરો

આ મેસેજ ને તમારી આગળ રહેલા દરેક વોસ્ટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી છે જેથી કરીને બધા લોકોને જાણકારી મળી રહે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply