You are currently viewing Gujarat SmartPhone Yojana Big Changes in 2022 | સ્માર્ટફોન યોજનામાં થયો મોટો ફેરફાર

Gujarat SmartPhone Yojana Big Changes in 2022 | સ્માર્ટફોન યોજનામાં થયો મોટો ફેરફાર

Gujarat SmartPhone Yojana Big Changes in 2022 | Smartphone Sahay Yojana | Gujarat Smartphone Sahay Yojana | Smartphone Yojana Registration Process

Gujarat SmartPhone Yojana Big Changes in 2022

ખેડૂતો કૃષિ જણશીના વેચાણ સહિતની કામગીરી ઓનલાઇન કરતા થાય તે હેતુથી ખેડૂતોને એન્ડ્રોઇડ મોબાઈલ પર 10% ટકા વળતરની યોજનામાં ફેરફાર કરીને હવે 40% વળતર અપાશે તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં જણાવ્યું છે.

પહેલા 10% ટકા વળતર મળતું હતું તે ની માહિતી વિગતવાર જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

» Gujrat Farmer Smart Phone Sahay | ગુજરાતના ખેડૂતો ને સ્માર્ટ ફોનની ખરીદી પર 10% સુધી ની સહાય

image credit : gujarat news paper
image credit : gujarat news paper

 

તેમણે કહ્યું કે ટેકાના ભાવે વસ્તુ વેચવા માટે તથા સહાયની માંગણી અને ચુકવણી સહિતની કામગીરી ઓનલાઇન થતી હોઈ છે, અને આ કામગીરી માટે ખેડૂતોએ ઈ-ગ્રામ કે અન્ય કચેરીએ જઈને મદદ લેવી પડતી હોઈ છે.

કૃષિ મંત્રીએ જણાવ્યુંકે ખેડૂતને ઘરે બેઠા આ બધીજ માહિતી મળી રહે તે હેતુ થી રાજ્યના દરેક ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપીશુ.

સ્માર્ટફોન ની ખરીદી માટે અરજદારની પાત્રતા

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનોની ખરીદી માટે રાજ્ય સરકારે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • અરજદાર ખેડૂત મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
  • જો ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ  ફક્ત એકજ વાર આ સહાય યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • સ્મરફોન સહાય યોજના નો લાભ 0% વ્યાજદરે મળવાપાત્ર છે.

સ્માર્ટફોન સહાય યોજનાના અરજી માટેના ડોક્યુમેન્ટ

અરજદાર ખેડુતને સ્માર્ટફોનની સહાય યોજના માં અરજી  કરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • અરજદારના આધારકાર્ડની ઝેરોક્ષ
  • બેંક ખાતાની પાસ બુકના પહેલા પેજની ઝેરોક્ષ
  • સ્માર્ટ ફોન ખરીદી કરેલ હોઈ તે અંગેનું GST નંબર વાળુ પાકુ બિલ
  • સ્માર્ટ ફોનનો IMEI નંબર
  • અરજદાર ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • રદ કરેલ ચેક ની ઝેરોક્ષ
  • 8-અ ની ઝેરોક્ષ 

સ્માર્ટફોન યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજદાર ખેડૂતને સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી નીચે જણાવી છે.

  • અરજદારે સૌપ્રથમ Google પર IKhedut Portal લખીને સર્ચ કરવું.
  • હવે સ્ક્રીન પર  IKhedut ની ઓફિશ્યિલ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરવું.
IKhedut ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
  • I Khedut ની ઓફિશ્યિલ વેબસાઈટ પર “યોજના” લખેલ હશે તેના પર ક્લિક કરવુ.
  • “યોજના” પર ક્લિક કર્યા બાદ Screen પર સૌથી પહેલી “ખેતીવાડીની યોજના” હશે તેના પર ક્લિક કરવુ.

  • “ખેતીવાડીની યોજના” ક્લિક કર્યા બાદ screen પર “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” તેમાં ” અરજી” પર ક્લિક કરીને અરજીફોર્મ પર માંગ્યા મુજબની માહિતી ભરીને અરજી submit કરવાની રહેશે.
  • અરજી ફોર્મ ભર્યા બાદ જો અરજી મંજુર થશે  તો યોજના ના મળવા પાત્ર પૈસા સિધ્ધા તમારા બેન્કના ખાતામાં જમા કરી દેવામાં આવશે.
જે અરજદારે પહેલેથી જ 10% સ્માર્ટફોન સહાય માટે ના ફોર્મ ભરેલા હશે તેને ફરીથી ભરવાની જરૂર નથી તેમને પણ 40% સહાય મળવા પાત્ર રહેશે.

FAQs Of Smartphone Sahay Yojana

1) સ્માર્ટફોનની ખરીદી પર શું ફેરફાર થયો છે?

» સ્માર્ટફોનોની ખરીદી પર પહેલા 10% સુધીનું વળતર મળતું હતું તેને વધારીને 40% સુધીનું કરવામાં આવ્યું છે.

2) સ્માર્ટ મોબાઇલની ખરીદી પર 40% સુધીની સહાયનો ફેરફાર દ્વારા કરવામાં આવ્યો છે?

» સ્માર્ટ મોબાઈલની ખરીદી પર 40% સુધીની સહાય નો ફેરફાર રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

3) Smart Phone ની ખરીદી માટે ક્યાં Portal પરથી અરજી કરવાની રહેશે?

» Smart Phoneની ખરીદી માટે I khedut Portal  પરથી અરજી કરવાની રહેશે.

4)અરજી માટેની છેલ્લી તારીખ કઈ છે ?

» અરજી માટેની છેલ્લી તારીખ 21/03/2022 છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply