Gujarat Weather Alert(એલર્ટ):- છેલ્લા કેટલાક દિવસ થી મેઘો દે ભીખા દે જ કરી રહ્યો હતો, ત્યારે હવામાન વિભાગે એક રાહતના સમાચાર ગઈકાલે આપ્યાતા કે હવે ચારેક દિવસ વરસાદ પોરો ખાસે (વિરામ) લેશે અને રાજ્યમાં ક્યાંય પણ વરસાદનું એક ટીપું પણ નહિ પડે. પરંતુ આપણા મેધા ભાઈને (વરસાદ) આ વાત હજમ ના થઇ એટલે ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય કરી દીધી.
હવામાન વિભાગે આગાહી (Forecast) કરતા કહ્યું કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન 29 માર્ચના રોજ સક્રિય થઇ શકે છે. જેના લીધે 29 માર્ચ થી રાજ્યમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, ભાવનગર, કચ્છ, બોટાદ, સાબરકાંઠા, આનંદ, બનાસકાંઠા, અરવલ્લી અને અમદાવાદ સહિતના બીજા ઘણા વિસ્તારોમાં મેઘો ફરી ગાભાને ડૂચા કાઢી નાખે તેવો પડી શકે છે.
તો આ તરફ આપણા આંબલાલ કાકાએ પણ કંઈક આવુજ કહ્યું કે 29,30, અને 31 માર્ચ ના રોજ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. અને તેઓએ સાથે સાથે એ પણ કહ્યું કે આવનારો મહિનો એટલે કે એપ્રિલ મહિના માં પણ તારીખ 3 થી લઈને 8 સુધી વરસાદ પડી શકે છે.
આથી ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવાની ખુબજ જરૂર છે, જો ઉભો પાક ત્યાર થઇ ગયો હોય તો તેને વરસાદ થી પલળી ન જાય તે રીતે યોગ્ય જગ્યાએ મુકવો અને જો માર્કેટ યાર્ડ માં મોકલવો હોય તો તાલપત્રી અને બોવ પૈસાની જરૂર ન હોઈ તો એક વાર હવામાન સાવ ક્લીયર થઇ જાય ત્યારબાદજ મોકલવો જેથી કરીને ત્યાં પણ માલ વરસાદ ને લીધે બગડે નહિ.
અમે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે ખેડૂતોને જે કઈ નુકશાન થયું છે તેનો જલ્દીથી સર્વે કરે અને ખેડૂતોને તેનું યોગ્ય વળતળ આપે.
1 એપ્રિલ થી બદલાઈ જવાના છે. આટલા નિયમો જેની સિધ્ધીજ અસર તમારા ખિસ્સા પર પડશે જાણો ક્યાં ક્યાં નિયમો બદલાવવાના છે નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને.
આ મેસેજ ને તમારી આગળ રહેલા દરેક વોસ્ટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી છે જેથી કરીને બધા લોકોને જાણકારી મળી રહે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.