You are currently viewing ગુજરાત માટે આવનારા આટલા દિવસો અતિ ભયકંર રહેવાના, જાણો શું કરી અંબાલાલ પટેલે આગાહી

ગુજરાત માટે આવનારા આટલા દિવસો અતિ ભયકંર રહેવાના, જાણો શું કરી અંબાલાલ પટેલે આગાહી

Gujarat Weather:- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં આંધીનો પ્રકોપ રહી શકે છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની રાજ્યમાં અસર થવાની સંભાવનાઓ રહેલી છે. તેઓના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆત સુધીમાં આંધી ગુજરાતને ધમરોળી નાખશે. 20 એપ્રિલ બાદ આંધી અને વંટોળનો પ્રકોપ વધી શકે છે. તેઓએ સાથે સાથે જણાવ્યું કે 20થી લઈને 25 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. આ સિવાય 25,થી 26 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર આંધી તેનો પ્રકોપ બતાવી શકે છે.




તેઓએ કહ્યું કે 20મી એપ્રિલના રોજ રાજ્યમાં ગાજવીજની સાથે સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે. અને અનેક ભાગોમાં કરા પણ પડવાની શક્યતાઓ રહેલી છે. વારંવાર આવતી આંધીના લીધે બાગાયતી પાકોને પણ ખુબજ મોટી અસર થઇ શકે છે. જોકે, અનેક વિસ્તારોમાં માવઠાની તીવ્રતા માર્ચ મહિનામાં આવેલા માવઠા કરતા ઓછી હશે.




તેઓએ જણવ્યું કે તારીખ 25 એપ્રિલથી લઈને 2 મે સુધી ‘કાળી આંધી’ નો પ્રકોપ રાજ્યમાં જોવા મળી શકે છે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવી શકે છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ નો પ્રકોપ જોવા મળી શકે છે. જેના લીધે કેરીના પાકને અસર થઇ શકે છે.

બીજી તરફ, ગુજરાતમાં ગરમીનો પારો પણ ખુબજ ઊંચો જવા લાગ્યો છે. અને હવામાન વિભાગે પણ ગરમી ને લઈને આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં બે દિવસો સુધી તાપમાનમાં ખુબજ મોટો ફેરફાર નહિ નોંધાય. જ્યારે બે દિવસ બાદ ગુજરાતમાં ફરીથી તાપમાન ઘટાડો નોંધાય શકે છે.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply