Gujarat Weather:- દેશના હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં ઉદ્ભવેલ હલચલ પરથી પૂર્વાનુમાન લગાવતા કહ્યું કે, ભારતમાં 2023નું ચોમાસુ 4 જૂન ના રોજ કેરળ માં બેસે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ 15 દિવસ પછી ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 2 જૂન ના રોજ દરિયા કિનારાના અને બીજા ભાગોમાં ભારે થી અતિ ભારે પવન ફૂંકાઈ તેવી શક્યતાઓ રહેલી છે.. 4 થી લઈને 5 જૂનના રોજ પવન અને વંટોળની સાથે સાથે ચોમાસાના વાદળો પણ આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત રોહિણી નક્ષત્રનો વરસાદ પણ અનેક વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ રહેલી છે.
તારીખ 7 થી લઈને 8 જૂનના રોજ દરિયાઈ વિસ્તારોમાં પવનો આગળ વધશે. તારીખ 10 જૂનની આજુબાજુ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય તારીખ 14, 15 અને 17,18 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ જોવા મળી શકે છે.
તારીખ 15થી લઈને 20 જૂનનના રોજ રાજ્યમાં વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 22 જૂનના રોજ થી ચોમાસાનું જોર વધે તેવી શક્યતાઓ રહેલી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.