You are currently viewing એપ્રિલમાં તો ગરમીએ ગાભા કાઢી નાખ્યા હવે મેં માં પણ ગરમી રૂવાળા બાળશે કે પછી માવઠું ભુક્કા બોલાવશે, જાણો

એપ્રિલમાં તો ગરમીએ ગાભા કાઢી નાખ્યા હવે મેં માં પણ ગરમી રૂવાળા બાળશે કે પછી માવઠું ભુક્કા બોલાવશે, જાણો

Gujarat Weather:-  એપ્રિલ મહિનામાં તો ગરમીએ લોકોનો પરસેવો કાઢી નાખ્યો. રાજ્યમાં સૌથી વધુ ગરમી એપ્રિલ અને મે મહિનામાં પડતી હોય છે. જોકે, આ વર્ષે તો શિયાળાની ઋતુમાં ગરમી પડીતી અને માર્ચ મહિનામાં વરસાદ પડ્યો. વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેના લીધે ગરમીમાં પણ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. અને કમોસમી વરસાદના લીધે ખેતી પાકને પણ ખુબજ મોટું નુકસાન થયુ છે.




એપ્રિલ મહિનાના 20 દિવસ પુરા થયા પછી પણ રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાય રહ્યું છે. અને હવે 2થી લઈને 3 ડિગ્રી જેવું મહત્તમ તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું કહેવું છે.  તેઓએ આની પાછળનું કારણ જણાવતા કહ્યું કે, સમુદ્રમાંથી ભેજ એ રાજ્ય તરફ આવી રહ્યો છે. જેના લીધે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.




હવામાન ના નિષ્ણાત એવા આંબલાલ કાકા એ એપ્રિલ માં હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. તેઓએ જણાવ્યું કે તારીખ 24થી લઈને 26 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હજુ ગરમી પડી શકે છે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો લગભગ  42થી 43 ડિગ્રી પોહચી શકે છે. આ સિવાય બીજા શહેરોમાં પણ ગરમીનું જોર વધી શકે છે. તેઓએ તારીખ 27 થી લઈને 2 મેં સુધીમાં ફરી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.




આંબલાલ કાકા એ આગાહી કરતા કહ્યું કે 2 મેં થી લઈને 15 મેં સુધીમાં વરસાદ પોતાનો કાળો કહેર વરસાવી શકે છે. આમ મેં મહિના માં પણ વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply