Ambalal Patel sacry prediction:- રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત છે અને કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ થયો છે. જો કે, આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની અપેક્ષા હતી, પરંતુ ધારણા મુજબનો વરસાદ થયો નથી. સપ્ટેમ્બરના બાકીના 20 દિવસો હજુ પણ અનુકૂળ રહેવાની ધારણા છે. આ સમયે ચોમાસાના પાકને પાણીની જરૂર છે. જો કે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં નોંધાયો છે.
હવામાનશાસ્ત્રી જીવાભાઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગોળાર્ધમાં વાતાવરણ અનુકૂળ છે. વેપારી પવનોએ સાનુકૂળ વલણ અપનાવ્યું છે. પશ્ચિમ પેસિફિક પ્રદેશમાં અનુકૂળ આબોહવા છે. હિંદ મહાસાગરનું વાતાવરણ અનુકૂળ છે. અરબી સમુદ્રનું તાપમાન અનુકૂળ છે. સાનુકૂળ વાતાવરણ ગુજરાત માટે પણ સાનુકૂળ રહેશે.
તારીખ 13 થી 14 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે 16 અને 17 સપ્ટેમ્બરે વધુ મજબૂત બનશે. મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે., સરદાર સરોવરમાં પાણી આવશે. આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.
જીવાભાઈ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 19 અને 20 સપ્ટેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 20 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદ પડશે. તેમજ 22મી સપ્ટેમ્બરે સિસ્ટમ સર્જાશે.દક્ષિણ ગુજરાતમાં 21મીથી 23મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના રહેશે. 27-28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડશે.
સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે. પરંતુ મજબૂત સિસ્ટમ આવશે ત્યારે જ સારો વરસાદ થશે. અન્યથા સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
તેમણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની સંભાવના છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 17 ઓક્ટોબરે નવરાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.