Gujarat Cyclone:- ગુજરાતમાં હાલ પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક ભાગોમાં ભારે થી અતિ ભારે પવન ફૂંકાઇ રહ્યા છે. આવનારા 5 દિવસ સુધી 30થી લઈને 40 કિલોમીટરની ઝડપ થી પવન ફૂંકાઈ તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં એવો પવન ફૂંકાય રહ્યો છે કે જાણે મીની વાવાઝોડું આવ્યું હોય. ભારે પવનના લીધે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને છાપરા તેમજ વીજ પોલ પણ ધરાશાયી થઇ રહ્યા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, અરબી સમુદ્રમાં તારીખ 5 જૂનના રોજ એક સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થાય તેવી સંભાવનાઓ રહેલી છે.આ સિવાય બંગાળની ખાડીમાં પણ એક સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવનાઓ રહેલી છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. તેઓના જણાવ્યા અનુસાર તારીખ 7 જૂનના રોજ અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે તપ તો બીજી બાજુ 11 જૂનના રોજ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ રહેલી છે. તેઓએ કહ્યું કે, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. તેના લીધે રાજ્યના અનેક ભાગોમાં તારીખ 8થી લઈને 11 જૂન વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે.
તારીખ 15થી લઈને 16 જૂનના રોજ રાજ્યમાં વરસાદ આવે તેવી શક્યતાઓ રહેલી છે. ઉતર અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 5 ઈંચ કે તેથી વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થયા પછી જ તેની સ્થિતિ શું રહેશે તેની પુષ્ટિ થઈ શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.