Gujarat Weather: હવામાન વિભાગની રાજ્યમાં 33માંથી 20થી વધુ જિલ્લામાં સવારના 10.45 વાગ્યા સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટમાં ત્રણ કલાકના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, ત્રણ કલાક દરમિયાન ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. (IMD)
હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ કલાકની 10.45 વાગ્યા સુધીની આગાહી કરી છે તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. વરસાદ આપતી સિસ્ટમ ગુજરાતની નજીકમાં છે અને દરિયામાં હલચલ જોવા મળી રહી છે. નવી સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે બુધવારે વ્યક્ત કરી હતી. (IMD)
નાઉકાસ્ટમાં જ્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે કેટલાક ઠેકાણે ભારે વરસાદની શક્યતાઓ છે. પરંતુ ત્રણ કલાકની આગાહીમાં હળવા વરસાદની સંભાવનાઓ છે.
સૌરાષ્ટ્રમાં વરસાદમાં ઘટાડો થયો છે પરંતું 5 જિલ્લા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છ સહિત પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ત્રણ કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ નથી.
બુધવારે કરવામાં આવેલી આગાહીમાં ભારે વરસાદ અને દરિયામાં જે હલચલ છે તેના કારણે માછીમારોને રવિવાર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે હમણા દરિયો તોફાની રહી શકે છે જેથી માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.