You are currently viewing 13 અને 14 માર્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે માવઠું, સાથે ગરમીનું જોર પણ વધશે

13 અને 14 માર્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે માવઠું, સાથે ગરમીનું જોર પણ વધશે

Gujarat Weather : ગુજરાતમાં રાજ્યમાં ખુબજ આકરી ગરમી પડી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે, રાજ્યમાં તાપમાનનો પારો પણ સતત ઉપર ચઢવા લાગ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે ગુજરાત ના હવામાનમાં પણ પલટો આવી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.




ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાદળછાયું વાતાવરણને લીધે અસહ્ય ગરમીમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી એક વખત ઉંચામાં ઊંચા તાપમાનનો આંકડો 38 પર પહોંચી ગયો હતો.

આવનારા થોડા સમય માં દિવસોમાં ઉંચામાં ઉંચુ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે, એટલે કે માર્ચના મધ્ય તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પણ પોહચી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરતા જણાવવામાં આવ્યું કે  13 થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. અને બીજી તરફ તાપમાનમાં પણ ખાસો એવો વધારો થઇ શકે છે.લોકોને અમુક વિસ્તારોમાં હીટવેવનો પણ સામનો કરવો પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું.




ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, કચ્છ, પોરબંદર, અને ગીર-સોમનાથમાં માવઠાની સંભાવના રજુ કરી છે.

હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર 13મી માર્ચ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં જેવા વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ, અમરેલી, રાજકોટ, અને પોરબંદર માં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14મી માર્ચે ના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર ના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

આગાહી કરવામાં આવી રહી છે. 13 થી 14 માર્ચના રોજ ઉપરના જણાવેલા જિલ્લાઓમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply