Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર એકઅંશે ઘટ્યું છે પરંતુ આ છતાં પણ એપ્રિલ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રજુ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે અમુક ઠેકાણે ગાજવીજની સાથે સાથે હળવો વરસાદ પડી શકે છે. માવઠું તો પડીજ રહ્યું છે પરંતુ બીજી બાજુ ગરમી પણ પોતાનું જોર બતાવી રહી છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતમાં ગરમીનું જોર સતત વધવા લાગ્યું છે. જેમાં ઉંચામાં ઊંચું તાપમાન 40 ડિગ્રી સુધી નોંધ્યું છે.. હવામાન વિભાગે જણાવ્યું કે ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હતું. આ સિવાય પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હતું.
આજે 13મી એપ્રિલના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડના અનેક જિલ્લાઓમાં ગાજવીજની સાથે સાથે હળવો થી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
આ સિવાય ગુજરાતના બીજા વિસ્તારોમાં હવામાન સૂકું રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.