You are currently viewing ગુજરાતના 50 ધૂરંધર આગાહીકારોએ કરી ચોમાસાની ખુબજ ચિંતા જનક આગાહી, જલ્દીથી જાણીલો આ વર્ષે ચોમાસુ કેવું રહશે અહીં ક્લિક કરીને

ગુજરાતના 50 ધૂરંધર આગાહીકારોએ કરી ચોમાસાની ખુબજ ચિંતા જનક આગાહી, જલ્દીથી જાણીલો આ વર્ષે ચોમાસુ કેવું રહશે અહીં ક્લિક કરીને

Gujarat Weather Forecast:- આવનારા ચોમાસાને લઇને જો કોઈ સૌથી વધુ ચિંતિત હોય તો તે છે ખેડૂતો.ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે? તેની પર સહુ કોઈની નજર હોય છે અને તેને લઇ હાલ થોડાક સમય પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આ વર્ષના વરસાદનું પૂર્વ અનુમાન કરતાં અગાહીકારોએ પોત પોતાનું અનુમાન રજૂ કર્યું છે. તેઓ બધાએ આગાહી કરતા કહ્યું એ આ વર્ષે સરેરાશ 12 આની વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે. 




અહીં તમને જણાવી દઈએ કે જે પણ આગાહી કરો વરસાદનું પૂર્વ અનુમાન કરતાં હોય છે તેઓ અનેક પ્રકારે પોત પોતાની કોઠા સૂઝ અને વિજ્ઞાનને આધારે આગાહીઓ આપતા હોય છે. જેમાં તેઓ આકાશી ચીતરી, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા, આખાત્રીજનો પવન, હોળીની જાળ વગેરે જેવા અનેક પરિબળો ને ધ્યાને રાખીને વરસાદની આગાહીઓ કરતા હોય છે. આ વર્ષે બધાજ પરિબળોને ધ્યાને રાખીને એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, વરસાદ એક સરખો પડે તેવી કોઈ પણ પ્રકારની સંભાવનાઓ જણાઈ રહી નથી. ક્યાંક સારો તો ક્યાંક નબળું પણ પડી શકે છે.




તેઓ બધાએ જણાવ્યું કે આ વર્ષે અધિક માસ એ મહવનો ભાગ ભજવી શકે છે. જેમાં ખાસ કરીને ચેત્ર, વૈશાખ, જેઠમાં સારો વરસાદ પડી શકે છે તો બીજી બાજુ. અષાઢ, શ્રાવણ અને ભાદરવા અને આસો માસમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. તેઓએ સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરતા કહ્યું કે. દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ ખુબજ સારો પડી શકે છે. હાલ ના સમયમાં જે જે માવઠાઓ પડી રહ્યા છે તેની પણ અસર આ વર્ષના ચોમાસા પર પડી શકે છે.

50 આગાહી કારોનું કહેવું છે કે પાછોતરા વરસાદ પડે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે અનલીલોની પણ અસર વર્તાઈ શકે છે, તો બીજી બાજુ આ વર્ષનું ચોમાસુ નબળું પણ રહી શકે છે. અંતે તેઓએ કહ્યું કે મનુષ્ય માત્ર સંભાવનાઓ જ આપી શકે છે બાકી બધું તો ઈશ્વરના હાથમાંજ છે.

અમે ગુજરાત માહિતી ગ્રુપ વતી ભગવાનને એજ પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષનું ચોમાસુ ખુબજ સારું રહે અને બધાજ ખેડૂતોને સારું ઉત્પાદન મળે, ખેડૂત સુખી તો જગત સુખી

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply