Gujarat Weather Forecast:- જ્યારથી ઉનાળો શરૂ થયો છે ત્યારથી એક પછી એક વરસાદના રાઉન્ડ આવ્યા કરે છે. હવે મે મહિનામાં પણ વાતાવરણમાં ઘણા ફેરફારો આવી શકે છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે, મે મહિનામાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહે તેવી સંભવનાઓ રહેલી છે.
તારીખ 26મી એપ્રિલના રોજ થી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને આ પલટો તારીખ 3 મે સુધી ગુજરાતના ઉત્તર, માધ્ય, દક્ષિણ, અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભવનાઓ રહેલી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે આંધી વંટોળ અને ગાજવીજની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહશે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, મે મહિના દરમિયાન ગરમનું પ્રમાણ ખુબજ ઓછું રહશે.. મે મહિના દરમિયાન રાજ્યમાં ઘણી વાર ભારે થી અતિ ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. તારીખ 2મે થી લઈને 8 મે અને 15 મેથી લઈને 20 મે સુધી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહશે જેના કારણે વરસાદ પડી શકે છે. અનેક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે સાથે વરસાદનું જોર પણ રહી શકે છે.
આ સિવાય 25 મેથી લઈને જૂન મહિનાની શરૂઆત સુધી આંધી વંટોળની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.