You are currently viewing Gujarat Weather: ગુજરાતના આ વિસ્તાર પર અપર લેવલ સર્ક્યુલેશન સક્રિય આવનારા 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી જલ્દીથી જોઈલો

Gujarat Weather: ગુજરાતના આ વિસ્તાર પર અપર લેવલ સર્ક્યુલેશન સક્રિય આવનારા 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી જલ્દીથી જોઈલો

Gujarat Weather Forecast:- ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વરસાદ પડવાની ખુબજ સારી એવી શક્યતાઓ જણાઈ રહી છે, ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ પછી જોર ઘટી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે એક સિસ્ટમ એ બંગાળની ખાડી પરથી આવી રહી હતી પરંતુ તે ફંટાઈ જતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ હાલ પૂરતી ટળી ગઈ છે. આમ જોવા જઈએ તો આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં મેઘરાજાનું જોર નહીં રહે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. જોકે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. imd

ગુજરાતના હવામાન કેન્દ્રના ડિરેક્ટર એવા ડૉ. મનોરમા મોહંતી એ મીડિયા ને જણાવ્યું કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ હળવો થી માધ્યમ વરસાદ પાડવાની શક્યતાઓ જણાઈ રહી છે., આ સાથે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. હાલ ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં અપર લેવલ પર સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની સીધીજ અસર રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આના લીધે રાજ્યમાં વરસાદ પડવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. જોકે, વરસાદ ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર સિવાય)માં રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદ છૂટોછવાયો રહી શકે છે. સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

આ પણ જુઓ:- ઘરે બેઠા કોઈ પણ કાગળિયા કર્યા વિના, બેંક દ્વારા માન્ય Application ની મદદ થી 5 લાખ સુધીની Personal Loan મેળવો 24 કલાક માં જુઓ અહીં ક્લિક કરીને

સૌરાષ્ટ્ર માટેની આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં એકાદ-બે જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવનાઓ છે. પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર 13 તારીખ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર માટે આગાહી કરવામાં આવી છે જેમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સતત વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ ટૂંકા સમય માટે વરસાદ થયા બાદ વાદળો પસાર થઈ જવાથી વરસાદ અટકી જશે. અહીં ચારથી પાંચ હળવા વરસાદના સ્પેલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply