You are currently viewing ગુજરાત માટે હજુ આટલા દિવસો ખુબજ ભારે, કાળમુખો વરસાદ કરી નાખશે બધું વેર વિખેર

ગુજરાત માટે હજુ આટલા દિવસો ખુબજ ભારે, કાળમુખો વરસાદ કરી નાખશે બધું વેર વિખેર

Gujarat Weather Update :– હજુ આવનારા 5 દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી સંભવનાઓ રહેલી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર  સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ રહેલી છે.




આવતીકાલે તારીખ 3 મેંના રોજ ગુજરાતના આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, ડાંગ અને સુરતના અનેક વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.




તારીખ 4 મેં ના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી રહેલી છે.

તારીખ 5મી મેં ના રોજ  જૂનાગઢ, રાજકોટ, પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply