You are currently viewing આજે આ વિસ્તારોમાં મેઘરાજા કોપાયમાન થશે, હવામાન વિભાગે આ વિસ્તારોને સાવધાન રહેવા કરી અપીલ

આજે આ વિસ્તારોમાં મેઘરાજા કોપાયમાન થશે, હવામાન વિભાગે આ વિસ્તારોને સાવધાન રહેવા કરી અપીલ

Gujarat Weather Forecast:- હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર,તારીખ 23 થી લઈને 24મી એપ્રિલ ના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  બીજી તરફ ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે અને ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 




તારીખ 23 એપ્રિલના રોજ ગુજરાતના દક્ષિણ વિસ્તારો જેવા કે સુરત, ડાંગ, તાપી અને નવસારીના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈકાલ ના રોજ ધોરાજી ના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદથી ત્યાંના ખેડૂતોની ચિંતામાં ખુબજ વધારો થયો છે. ઉનાળુ પાકો જેવાકે તલ, અડદ, જુવાર અને મગફળીનું વાવેતર કરેલા ખેડૂતોને આ માવઠા થી ખુબજ નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.




આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ આજે અનેક વિસ્તરોમાં ગરમી પણ પોતાનું રૂપ બતાવશે.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply