Gujarat Weather Forecast:- ગુજરાતમાં ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને લીધે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ફડાકા સાથે મેઘતાંડવ ની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાઈરેક્ટર ડો. મનોરમા મોહન્તીના આગાહી કરતા કહ્યું કે 5 થી 6 તારીખ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, માંડવી, જામનગર, દ્વારકામા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અમુક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે. સુરત, ભરુચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે.
સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને
તેઓએ વિસ્તાર પૂર્વક જણાવતા કહ્યું કે…
તારીખ 5/4/2023 ના રોજ ઉત્તર ગુજરાત ના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો થી ભારે વરસાદ વરસાદ પડી શકે છે. તેઓએ જણાવતા કહ્યું કે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ ના વિસ્તારોમાં માવઠું પાડવાની વધુ શક્યતાઓ રહેલી છે. રાજ્યના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં નહિવત વરસાદ પાડવાની સંભવનાઓ રહેલી છે.
તારીખ 6/4/2023 ના રોજ પણ 5 તારીખે જે જિલ્લાઓમાં વરસાદ પાડવાની આગાહી કરી છે તેજ પ્રમાણે 6 તારીખે પણ તેજ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
આ સિવાય હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણવ્યું કે, 3 એપ્રિલના રોજ થી ઉનાળાની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 3થી લઈને 8 અને 10 સુધી રાજ્યમાં વાદળો ફરી આવી શકે છે. 14 તારીખ થી ફરી એક વાર આંધી, વંટોળ અને ગરમી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે. અને સાથે સાથે કરા પણ પડી શકે છે.
ખાસ નોંધ :- આ લેખ અમે news 18 gujarati વેબસાઈટ પર થી લીધેલ છે જેની સૌ લોકોએ જાણ લેવી, આ લેખમાં લખેલી જે કઈ પણ માહિતી છે તેની જવાબદારી અમે લેતા નથી. અમે માત્ર આ માહિતીને તમારા સુધી પોહ્ચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.