Gujarat Weather forecast:- ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો કહેર ખુબજ વ્યાપી રહ્યો છે. મંગળવારના રોજ 9 જેટલા શહેરોમાં ઉંચામાં ઉંચુ તાપમાન તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધવામાં આવ્યું હતું. આની સાથે સાથે અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પોહચી ગયો હતો.
ગુજરાતમાં ગરમીની સાથે સાથે માવઠાનું પણ સંકટ ઉદ્ભવી રહ્યું છે. હવામાન વિભાગે આજરોજ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, ગુજરાતમાં આવનારા પાંચ દિવસ દરમિયાન ઉંચામાં ઉંચુ તાપમાન રહે તેવી સંભાવનાઓ રહેલી છે. આ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ રહેલી છે.
તારીખ 12 એપ્રિલ દરમિયાન રાજ્યના બનાસકાંઠા અને કચ્છના અનેક ભાગોમાં માવઠું પડવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાયના બીજા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહશે.
તારીખ 14 એપ્રિલ દરમિયાન વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ,અને દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટરની પ્રતિ કલાક પવન ફૂંકાવવાની અને સાથે સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
આવીજ હવામાન ને લગતી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.