Gujarat Weather Forecast: આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આવનારા ચાર દિવસો એ ખેડૂતો માટે ખુબજ ભારે રહેવાના છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદામાં અને બીજા અનેક વિસ્તારોમાં પણ આજે વાતારણમાં બપોર પછી પલટો જોવા મળી શકે છે.
હવામાન વિભાગે વધુમાં આગાહી કરતા જણવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ફરી એકવાર માવઠું પડવાની આગાહી વ્યક્ત કરી છે. આજથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ધોરાજી અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના અનેક વિસ્તારોમાં આજે બપોર પછી થી ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. .
તેઓએ આગાહી કરતા કહ્યું કે આવનારા ચાર દિવસો ખુબજ ભારે રહેવાની શક્યતા છે જેથી ખેડૂતોને પોતાનો માલ સાચવીને વરસાદને લીધે પલળે નહિ તે રીતે સુરક્ષિત જગ્યાએ મુકવાની અપીલ કરવામાં આવી છે. અને માર્કેટયાર્ડમાં પણ માલ લઇજતી વખતે ખાસ તકેદારી રાખવી જેથી માલ પલળે નહિ.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.