Gujarat Weather Update:- ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનના દરમિયાન રૂવાળા બાળીને રાખ કરીદે તેવી ગરમી પડે છે, પરંતુ આ વર્ષે અલગજ પરિસ્થિતિના લીધે ઉંચામાં ઉંચુ તાપમાન પણ સામાન્ય નોંધાયું છે. ઉનાળુ ઋતુની શરુઆતથીજ વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે અનેકવાર માવઠું પડ્યું છે.
જેના લીધે તાપમાનમાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. જોકે, હવામાન વિભાગે હજુ બે દિવસ પછી તાપમાનમાં ફરી એકવાર વધારો થઇ શકે છે અને અમદાવાદ શહેરનું તાપમાન એ 41થી લઈને 42 ડિગ્રી સુધી પોહચી શકે છે.. આથી હવામાન વિભાગ ના ડાઈરેક્ટર શ્રી દ્વારા તારીખ 23 અને 24 એપ્રિલના રોજ “યલો એલર્ટ” જાહેર કર્યું છે.
આ સિવાય પણ બીજા જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, અને વડોદરા ને તંત્ર દ્વારા સાવચેતી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
એપ્રિલમાં તો ગરમીએ ગાભા કાઢી નાખ્યા હવે મેં માં પણ ગરમી રૂવાળા બાળશે કે પછી માવઠું ભુક્કા બોલાવશે, જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને.
આવી કાળઝાળ ગરમીને લઈને સરકાર, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ લોકોને 1 થી 4 વચ્ચે ઘરની બહાર નીકળવાની ના પાડી રહી છે જો ખુબજ જરૂરી કામ હોય તોજ ઘરની બહાર નીકળવું. આવી ગરમીના લીધે અનેક લોકો હિટ સ્ટોકનો ભોગ ન બની રહ્યા છે. આથી લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુ થી સરકાર આવી અપીલ કરી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા તંત્રને પણ આદેશ આપવામાં આવ્યો છે કે. મકાન અને બંધકામની કામગીરી કરતા શ્રીમિકોને ઉનાળાની સિઝન પૂરતા લૂ સામે રક્ષા મળી રહે, તેવા હેતુ થી બપોરના 1થી લઈને 4 વાગ્યા સુધીમાં કામ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.