You are currently viewing હવેતો ગરમી મારીજ નાખશે આ બે જિલ્લાઓનું તાપમાન 45 ડિગ્રી ને પાર પોહચી જશે. હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવેતો ગરમી મારીજ નાખશે આ બે જિલ્લાઓનું તાપમાન 45 ડિગ્રી ને પાર પોહચી જશે. હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Heatwave in Gujarat:- ગુજરાતમાં એપ્રિલ મહિના દરમિયાન ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગરમી પણ મે મહિનામાં પોતાનું આંકરુ રૂપ બતાવી રહી છે. સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો એ ખુબજ વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારના રોજ વલ્લભવિદ્યાનગર શહેરનું તાપમાન 44.1 ડીગ્રી પોહચી ગયું આની સાથેજ ગુજરાતનું સૌથી ગરમ શહેર પણ રહ્યું.




આ ઉપરાંત સાત કરતા પણ વધારે શહેરોમાં ગરમીનો પારો એ 43 ડીગ્રી થી પણ ઉપર નોંધાયો હતો. આ બાજુ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરતા જણાવવામાં આવ્યું કે આવનારા બે દિવસમાં દરમિયાન તાપમાનના પારામાં એ એકાદ ડિગ્રીનો વધારો નોંધાય શકે છે.

આની સાથેજ તેઓએ કહ્યું કે ગુજરાતના આ બે જિલ્લાઓનું તાપમાન પણ વધશે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કચ્છ અને પોરબંદર જિલ્લામાં તાપમાનનો પારો એ 45 ડિગ્રી થી ઉપર નોંધાય શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply