You are currently viewing હાશ, માવઠું ગયું હો ભાઈ, હવામાન વાળાએ આગાહી કરતા કહ્યું કે આટલા દિવસ વરસાદનું એક ટીપું પણ નહિ પડે

હાશ, માવઠું ગયું હો ભાઈ, હવામાન વાળાએ આગાહી કરતા કહ્યું કે આટલા દિવસ વરસાદનું એક ટીપું પણ નહિ પડે

Gujarat Weather New Forecast:- આ મહિને તો માવઠાએ લોકોનું જનોત પનોત કાઢી નાખ્યુંતું ચારે કોર હાહા કાર મચાવી દીધોતો, ત્યારે હવે હવામાન વાળાએ આગાહી(Forecast) કરતા જણાવ્યું કે રાજ્યમાં આવનારા 5 દિવસ સુધી માવઠું પાડવાની કોઈ પણ સંભાવના નથી. અને આ સાથે આગાહી કરતા એ પણ જણાવ્યું કે આગામી 29 માર્ચ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ ક્યાંય પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ નથી.




આ સાથેજ હવામાન વાળાએ જણાવ્યું કે આવના દિવસોમાં રાજ્યમાં 3 થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. જગતના તાત માટે આ એક ખુબજ રાહતના સમાચાર કહી શકાય છે. કારણ કે આ માવઠા થી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે અને સરકારે તો માત્ર સર્વેજ કર્યો છે હાજી સુધી કોઈ પણ જાતની ચુકવણી કરી નથી.

તો એક તરફ આવી બેવડી ઋતુઓને લીધે બીમારીઓમાં પણ ખાસો એવો વધારો થયો છે. હાલમાં કોરોના ના કેસોમાં પણ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે.




અહીં અમે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આ સિવાય આગાહી (Forecast) કરતા જણાવ્યું કે રાજ્યમાં 3 એપ્રિલ થી લઈને 8 એપ્રિલ સુધી ફરીથી માવઠું પોતાનો કહેર વરસાવી શકે છે. આથી ખેડૂતોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે.

આ સમાચાર ને તમારી આગળ બીજા વોટ્સએપ ગ્રુપ માં પણ સેર કરો જેથી તે લોકોને પણ આગાહી ની જાણકારી મળી શકે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply