Gujarat Weather Update:- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સવારથીજ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વિસ્તારોમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેઓ અહેસાસ થતો હતો.
ગાજવીજની સાથે સાથે અમુક જ્યારે કરા પણ પડ્યા હતા. ધાનેરના બોડર ની આસપાસ કરાની સાથે સાથે વરસાદ ખાબક્યો હતો. આજે સવારથીજ બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. આવા કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
અહીં અમે તમને જણાવી દઈએ કે ગઇકાલના રોજ પણ સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે સાથે વરસાદ પણ આવ્યો હતો. ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો, આ સિવાય જામનગર જિલ્લાના લાલપુર માં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.