You are currently viewing શું અમદાવાદમાં IPL 2023ની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ, હવામાન વિભાગે આવી આગાહી કરી

શું અમદાવાદમાં IPL 2023ની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ, હવામાન વિભાગે આવી આગાહી કરી

IPL 2023, Gujarat Weather Rain Forecast:- રાજ્યમાં આજથી વાતાવરણમાં પલટો આવી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા કહ્યું કે 29 થી 31 માર્ચ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી(Forecast) કરવામા આવી છે. આ સમયે 31 માર્ચેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2023 મેચ યોજવામાં આવી રહ્યો છે. આ મેચ દરમિયાન વરસાદનું આવશે કે નહિ તેનું ટેન્શન ક્રિકેટ પ્રેમીઓને થઇ રહ્યું છે.




હાલ અમે જણાવી દઈએ કે આખુ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ જાય તેટલી ટિકિટો વેચાઈ ચુકી છે. આવા સમયે વરસાદનું સંકટ માથે તોરાઈ રહ્યું છે. આ વચ્ચે, અમદાવાદમાં 31 માર્ચ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી (Forecast) કરવામાં આવી છે, જે ક્રિકેટ ના રસિકો માટે જાણવી ખુબજ જરૂરી છે.

IPL 2023 દરમિયાન હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદમાં વરસાદની શક્યતાઓ ખુબજ નહિવત લાગી રહી છે. અને તેઓએ જણાવ્યું કે આવનારા બે દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં છે. આજે રોજ અને આવતીકાલે પણ રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.




અહીં તેઓએ જણાવ્યું કે, આ ત્રણ દિવસોમાં કરા પડવાની શક્યતાઓ ખુબજ નહિવત છે. અને તેઓએ એ પણ જણાવ્યું કે અમુક વિસ્તારોમાં થંડર સ્ટોર્મની શક્યતાઓ પણ રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા ના વિસ્તારોમા અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતું અહીં તેઓએ જણાવ્યું કે આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ ખુબજ નહિવત છે.

અહીં અમે તમને જણાવી દઈએ કે IPL 2023 ની કુલ 7 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેમાં પહેલી મેચ એ 31 માર્ચના રોજ રમવામાં આવશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply