Ambalal patel prediction: રાજ્યમાં ચોમાસાની (Gujarat Weather) લોકો આતુરતા થી રાહ જોવાઈ રહ્યા છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. આ સમયે હવામાંના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે (Ambalal patel) કહ્યું છે કે, રાજ્યમાં તારીખ 25થી લઈને 30 જૂન સુધીમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હવે થોડાકજ દીવસોમાં ચોમાસુ સક્રિય થાય તેવી સક્યતાઓ રહેલી છે. આવનારા 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઇ શકે છે. પશ્ચિમના ભારે પવનો વરસાદથી તરબોડ કરશે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબ સાગરનું વહન આ બંને વચ્ચે ખાચો પડતો નથી. જેના કારણે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે.
ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજે બપોર બાદ ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થશે. વિવિધ ભાગોમાં વરસાદ થશે.
વરસાદ અંગે જોઈએ તો 24થી 25 જૂનમાં હળવો વરસાદ રહેશે. ધીરે-ધીરે ગાજવીજ અને પવન સાથે વરસવા શરુ થશે. મહેસાણાથી લઈને બનાસકાંઠા અને મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા ઉપરાંત લખતર, સુરેન્દ્રનગરના ભાગો, લીંબડી, ચોટીલામાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. વરસાદ 25થી 27 જૂનમાં આ ભાગોમાં સક્રિય રહેશે. બનાસકાંઠાથી ચોટીલાના ભાગો સુધી વરસાદ સક્રિય થશે.
આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. ભરૂચના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ભારે વરસાદ રહેશે. મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્રનું વહન અને બંગાળના ઉપસાગરનું વહન ગુજરાતમાં બેડો પાર કરાવશે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.