Gujarat Weather Update:- બનાસકાંઠામાં પાણીની તંગીના કારણે અનેક લોકોએ હિજરત કરી હોવાના સમાચાર સામે આવતાં રહે છે. જો કે બનાસકાંઠામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 3 ગામના લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે, બનાસકાંઠના થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને ડોડગામ ગામના લોકોને દર ચોમાસે વેઠવી પડતી મુશ્કેલીથી કંટાળી અનેક લોકોએ હિજરત કરવાનું નક્કી કર્યું છે.
બિપરજોય અને બાદમાં પડેલા ભારે વરસાદને લીધે આ ત્રણ ગામમાં 25 દિવસથી પાણી ભરાયા છે. આ ત્રણેય ગામના ખેતરો અને લોકોના ઘરમાં પાણી ભરાતાં દિવસો સુધી ગામમાં તમામ કામકાજ અને ધંધાઓ ઠપ્પ થઇ જાય છે. દર ચોમાસે ડૂબમાં જતાં ખાનપુર, નાગલા અને ડોડગામ છેલ્લા 8 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, આ ગામના લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઇ કામગીરી ન કરાતાં અનેક લોકો ગામ છોડીને બીજે રહેવા જવા મજબૂર બન્યા છે.
બીપરર્જોય વાવાઝોડાને ગયા પછી અનેક દિવસ વિત્યા છતાં પણ સરહદી પંથક ગણાતા થરાદ તાલુકાના નાગલા ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, અત્યારે નાગલા ગામમાં ઘરો તેમજ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી આ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામલોકોને અવર-જવર કરવા માટે કોઈ જ રસ્તો ન હોવાના કારણે ગામના લોકો પાણીમાંથી જીવના જોખમે ચાલવા માટે મજબૂર બન્યા છે, જેથી આ ગામના લોકો હવે હિજરત કરવા માટે તૈયાર થયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.