You are currently viewing અંબાલાલ પટેલની ધરતી ધ્રુજી ઉઠે તેવા કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદની આગાહી જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની ધરતી ધ્રુજી ઉઠે તેવા કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદની આગાહી જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Weather Update :  રાજ્યમાં વરસાદના પહેલા રાઉન્ડમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા બીજા રાઉન્ડમાં ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) દ્વારા  રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને એક ખુબજ મોટી આગાહી કરી નાખી છે,  અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, તારીખ 7 થી લઈને 12 જુલાઈના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.




જીવાભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) ના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠાના પાલનપુર, થરાદ અને વાવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અનેક ભાગોમાં 8 ઈંચ જેટલો પણ વરસાદ ખાબકી શકે છે. ત્યાં જ મહેસાણાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે  વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, જેમાં કોઈક વિસ્તારોમાં 4 ઈંચ જેટલો પણ વરસાદ પડી શકે છે. સમી, હારીજ, બેચરાજી, કડી અને ધોચાનામાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ ઉપરાંત પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે, ત્યારે અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવે તેવી સંભાવના છે. જામનગર અને પોરબંદર જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના  છે, ત્યારે જામનગર જિલ્લાના ભાણવડ, ખંભાળિયા અને લાલપુર તાલુકામાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના બાબરા, લઢી, લિલિયા, ધારી, કોડીનાર અને જાફરાબાદમાં પણ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિસાવદર, કુતિયાણા, માણવદર, વંથલી, ભેંસાણ, કેશોદ, મેંદરડા અને તાલાલામાં વરસાદ ખાબકશે. તો જૂનાગઢ અને વેરાળમાં અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી જણાવવામાં આવી રહી છે.




અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘આ વરસે તો વરસાદનું વહન જબરું છે. કોઈ ભાગમાં તો 12 ઇંચથી વધારે વરસાદ રહેશે. આ વખતે ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. ત્યાં 4થી 15 ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે, ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.’

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply