You are currently viewing એપ્રિલમા આ તારીખથી આંધી, વંટોળ અને ભારે પવન સાથે વરસાદ, આંબલાલ પટેલ ની આગાહી

એપ્રિલમા આ તારીખથી આંધી, વંટોળ અને ભારે પવન સાથે વરસાદ, આંબલાલ પટેલ ની આગાહી

Gujarat Weather Update:- જે રીતે અંબાલાલ પટેલે આગાહીઓ કરી એજ તારીખો દરમિયાન માર્ચ મહિનામાં વરસાદે ભુક્કા કાઢ્યા, હવે અંબાલાલ પટેલે ફરી એકવાર એપ્રિલ મહિના માટે પણ આગાહીઓ કરતા જણાવ્યું કે આ તારીખો દરમિયાન માવઠું પડી શકે છે.




અંબાલાલ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષેમાં વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે.હજુ પણ એપ્રિલ મહિનામાં પણ આવુજ વાતાવરણ રહેવાની સંભાવનાઓ રહેલી છે. અહીં અમે તમને જણાવી દઈએ કે આંબલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી કે ત્રીજી એપ્રિલના રોજથી ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં 5થી લઈને 7 એપ્રિલ સુધી આંધી અને વંટોળ સાથે માવઠું પડી શકે છે.

ભંયકર અનરાધાર, ધોધમાર, મેઘ તાંડવ, ઘોડા પૂર, ભુક્કા કાઢે તેવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી  જાણો અહીં ક્લિક કરીને

તેઓએ આગાહી કરતા જણાવ્યું કે 10 એપ્રિલ સુધી અનેક ભાગોમાં માવઠું પડી શકે છે. જેમાં રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભવનાઓ રહેલી છે. આ શક્યતાઓ 10થી લઈને 15 એપ્રિલ સુધી જોવા મળી શકે છે. રાજ્યના દરિયાઈ કિનારાના ભાગોમાં, અને રાજસ્થાનના અમુક ભાગોમાં પણ વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે.




અંબાલાલ પટેલે આગાહી કરતા એવું કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી રાજ્ય તરફ ભેજ આવી શકે છે. સાથે સાથે તેઓએ કહ્યું કે, 19 એપ્રિલથી ગરમી પડી શકે છે, પણ હવામાનમાં વારંવાર પલટો આવવાની શક્યતાઓ રહેલી છે. 23થી 25 એપ્રિલના રોજ રાજ્યના અનેક ભાગોમાં આંધી સાથે વરસાદ પણ પડી શકે છે.




આ ઉપરાંત 27થી લઈને 28 એપ્રિલ દરમિયાન ઉતરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ રહેલી છે. એપ્રિલના અંત સમયમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. જોકે અહીં તેઓએ એ પણ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 20 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે. અને 26 એપ્રિલથી રાજ્યમાં કાળજાળ ગરમી પડી શકે છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

This Post Has 2 Comments

Leave a Reply