Cyclone Biparjoy: અહીં અમે તમને જણાવી દઈએ કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડાને લઈને હજુ સુધી કોઈ પણ ચોક્કસ આગાહી કરી નથી. કારણ કે, તેઓનું કહેવું છે કે જેમ જેમ પવનની દિશા બદલાય છે તેમ તેમ વાવાઝોડાની પણ દિશા બદલાઈ રહી છે. આથીજ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ નિર્ણય કરવામાં નથી આવ્યો. આ છતાં વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ માં આવી ગયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિત અનુસાર વાવાઝોડાની અત્યારની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, આ વાવાઝોડું એ 24 કલાકમાં ખતરનાક ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ ચક્રવાત એ પેલા તાઉતે વાવાઝોડા કરતા પણ વધુ ખતરનાક .આથી જ જો આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે નહિ અને નજીક થી પસાર પણ થઇ જશે તો પણ તેની ખુબજ ઘાતક અસર જોવા મળશે.
તારીખ 7થી લઈને 9 જૂન દરમિયાન દરિયામાં ભારે થી અતિ ભારે તોફાન આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય આ સમયગાળા દરિયાન સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને, દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે પવનની ગતિ વિશે વાત કરતા કહ્યું કે, તે 110થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ તેવી સંભાવનાઓ રહેલી છે. તારીખ 11થી લઈને 13 જૂનના રોજ પણ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં 10 થી લઈને 12 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 8થી લઈને 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 2થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે આ સિવાય ગુજરાતના અનેક બંદરો પર 5 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.