Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર જીવાભાઈ અંબાલાલ પટેલ (Jivabhai ambalal patel) આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે.
જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.
તેમણે કહ્યું કે, સોમાલીયા તરફથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગુજરાતમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આ પવનનું જોર આગામી 10 તારીખ સુધી રહી શકે છે. હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 1 હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પાવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં 40-45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 20-25 km/h નો પવન ફૂંકાઈ શકે છે.
આ તારીખોમાં બનશે મજબૂત સિસ્ટમ!
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.