Gujarat Weather Update । Gujarat Weather Report । Gujarat Weather News । Weather Forecast News
અત્યારે ગુજરાત રાજ્યમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ ત્રણેય ઋતુઓનો અનુભવ એક સાથે થઇ રહ્યો છે. લોકો પણ દુવિધામાં મુકાઈ ગયા છે કે સ્વેટર લઇને ઘરની બહાર નીકળવું કે રેઇનકોટ લઇને ઘરની બહાર નીકળવું.
સોમવાર ના દિવસેજ હોળી પ્રાગટ્યના સમયે જ રાજ્યમાં વરસાદ વરસતા અનેક પ્રકારના તર્કવિતર્ક શરૂ થઈ ગયા હતા. અને બીજી બાજુ માવઠા અને વાવાઝોડા ના લીધે ખેડૂતોનો ઉભો પાક સાવ બરબાદ થઇ ગયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ અને આંબલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારા હજી બે દિવસ સુધી વાવાઝોડા સાથે માવઠાની સંભાવનાઓ રહેલી છે. અને આજે રાજ્યમાં 56 જેટલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.
56 જેટલા તાલુકમાં વરસાદ
ગુજરાત રાજ્યમાં સોમવાર ના રોજ સાંજે હોળીના દિવસેજ 56 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આંકડાઓની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામા એક ઇંચ જેટલો પડ્યો હતો. અને અડધો ઇંચ જેટલો સાયલા, સુબિર ડેડિયાપાડામાં પડ્યો હતો. અને આ સાથેજ અનેક તાલુકાઓમાં કરા પણ પડતા હતા.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી એનું સાર, આજે મંગળવાર ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે.
આવાજ હવામાન ને લગતા મહત્વના સમાચાર વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ.