Cyclone Biparjoy:- રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ખુબજ ઘાતક અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડાને લીધે દરિયાઈ કિનારાના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડુંએ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને ધ્યાને રાખીને ગુજરાતનું વહીવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે.
હવામાન વિભાગના દ્વારા મળતી માહિતી પ્રમાણે, સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરના દરિયાઈ હવે થોડુંજ દૂર છે. હાલ તે 180 કિમિ દૂર હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી થી પણ ખુબજ ઓછું અંતર રહ્યું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 160 કિમી દૂર. જખૌથી 190 કિમી દૂર અને નલિયાથી 200 કિમિ જેટલું દૂર છે.
આ બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્યના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ફરી એક વાર ખુબજ આકરી આગાહી વ્યક્ત કરી છે, તેઓએ કહ્યું કે રાજ્યમાં છેલ્લા 50 વર્ષમાં તમે ક્યારેય પણ ન જોયું હોય તેવી ભયંકર તબાહી આ વાવાઝોડું મચાવશે.
આ વાવાઝોડાને લીધે ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે ધૂળના તોફાનો, કડાકા-ભડાકા, અને આંધી સાથે વરસાદ પડી શકે છે. ગુજરાતના પશ્ચિમ દરિયાઈ કિનારા પર વાવાઝોડાની ખુબજ ઘાતક અસર જોવા મળી શકે છે આ ઉપરાંત 100 થી 120 કિલોમીટર ની ઝડપે પવન સાથે વરસાદ ખાબકશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બીપારજોય વાવાઝોડું એ 15 જુના ના સાંજના સમયે કચ્છ, જખૌ બંદર પર ટકરાશે જેથી અહીં ખુબજ ભયંકર તબાહી સર્જાશે.
(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.