You are currently viewing પરેશ ગોસ્વામીની આ આગાહી થી ખેડૂતોની ચિંતામાં વધારો, જુઓ એવી તો શું કરી આગાહી અહીં ક્લિક કરીને

પરેશ ગોસ્વામીની આ આગાહી થી ખેડૂતોની ચિંતામાં વધારો, જુઓ એવી તો શું કરી આગાહી અહીં ક્લિક કરીને

Weather Expert Paresh Goswami:- રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડે ધડબડાટી બોલાવી અને ચોથા રાઉન્ડની હાલના સમયમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ જે વિશાળ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવના હતી તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી ગઈ છે.

આવામાં ખેડૂતો માટે સારા ખબર માનવામાં આવી રહી છે. કે વરાપના કારણે તેઓ ખેતીને લગતી મહત્વની કામગીરી આ સમય દરમિયાન કરી શકે છે. વરાપ ક્યાં સુધી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની વાત કરી છે. આ સાથે તેમણે રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે

પરેશ ગોસ્વામી જણાવે છે કે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નથી અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે ઓગસ્ટમાં રહેનારા હવામાન અંગે વાત કરી છે જેમાં વરાપ, વરસાદ અને પવનની વાત તેમણે કરી છે. તેમણે હાલ રાજ્યમાં પવનની ગતિ રહેશે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે. 10 ઓગસ્ટ સુધી પવનની ગતિ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે કહ્યું છે કે, કેટલાક ભાગમાં પવનની દિશા પશ્ચિમની જ્યારે કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમની રહી શકે છે. પરેશ જણાવે છે કે, પવનની ગતિ 7 અને 8 તારીખ દરમિયાન વધી શકે છે.

તેઓ જણાવે છે કે, 7 અને 8 ઓગસ્ટ દરમિયાન પવનની ગતિ વધીને 35-40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે તેમણે વરસાદ અને વરાપ અંગે વાત કરીને જણાવ્યું કે, રાજ્યમાં મોટા વરસાદની આગાહી નથી. રાજ્યમાં માત્ર છૂટાછવાયા (હળવા) ઝાપટાં થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છને ઝાપટામાંથી પણ મુક્તિ મળવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામી હળવા વરસાદી ઝાપટાં અંગે વાત કરીને કહ્યું કે, ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, આ સાથે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતાઓ ન હોવાનું તેમણે જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરાપ જેવો માહોલ રહેશે. અગાઉ ચોમાસાની ધરી ગુજરાતની નજીકથી પસાર થતી હતી જેના કારણે ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, હવે તે ધરી પંજાબથી પશ્ચિમ બંગાળ તરફ લંબાઈ છે.

વરસાદની ધરી ઉત્તર તરફ ખસી ગઈ હોવાથી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું નિષ્ણાત પરેશ જણાવે છે, આ સાથે તેઓ કહે છે કે, 12 તારીખ પછી પણ મારું માનવું છે કે વરાપ જોવા મળી શકે છે. ચોમાસાની ધરી ઉપર ગઈ છે માટે તેને હવે નીચે આવતા સમય લાગી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હમણાં 12 તારીખ પછી તાત્કાલિક કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાતી નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply