Gyanshakti Admission 2023:- આપણા દેશના બાળકોને શ્રેષ્ઠ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે જેના થી બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બને. આજે અમે આવીજ એક યોજના વિશે વાત કરવાના છીએ. જે યોજના થકી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને હવે ખાનગી શાળાઓમાં પણ ફ્રી માં અભ્યાસ મળી રહશે.
Gyanshakti Admission 2023 । જ્ઞાનશકતિ એડમિશન 2023
આ માટે ધોરણ 5 માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમારે ફોર્મ ભરીને એક પરીક્ષા આપવાની ત્યારબાદ જો તમે આ પરીક્ષામાં પાસ થશો તો તમને ફ્રી શિક્ષણ મળી રહશે. આજે અમે આ લેખના માધ્યમ થી તમને જાણવશુ કે આ યોજના માં ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? અને ક્યારે પરીક્ષા લેવાશે જેવી તમામ માહિતીઓ વિશે જાણકારી આપીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
યોજનાનું નામ | જ્ઞાનશકતિ એડમિશન 2023 |
એડમિશન | ધોરણ 6 માં એડમિશન |
લાભ | ધો. 6 થી 12 ના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ફ્રી શિક્ષણ મળશે |
ફોર્મ ભરવાની તારીખ | 23-3-2023 થી 5-4-2023 |
પરીક્ષા આપવા માટેની તારીખ | 27-4-2023 |
સત્તાવાર વેબસાઈટ | http://sebexam.org/ |
Gyanshakti Admission (કોણ કોણ ફોર્મ ભરી શકે છે?)
આ યોજના હેઠળ ધોરણ 6 માં ખાનગી શાળામાં ફ્રી માં શિક્ષણ મેળવવા માંગતા નીચે મુજબ ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- જે પણ વિદ્યાર્થીએ ધોરણ. 1 થી 5 માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ધોરણ 6 માં ફ્રી અભ્યાસ માટે ના ફોર્મ ભરી શકે છે.
- પોતાના પર નિર્ભર ખાનગી શાળામાં ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ માં એડમિશન માટેના ફોર્મ ભરી શકશે.
Gyanshakti Admission (સંપૂર્ણ વિગત)
જે પણ વિદ્યાર્થી ધોરણ 6 માં ખાનગી શાળામાં ફ્રી અભ્યાસ માટે પરીક્ષા આપવાના છે તેઓ ને નીચે મુજબ નું પરીક્ષા માળખું અનુસરવાનું રહશે.
કુલ ગુણ:- 120
સમય:- 150 મિનિટ (એટલે કે 2.30 કલાક નો સમય મળશે)
પરીક્ષાની ભાષા:- ગુજરાતી/અંગ્રેજી
અભ્યાસક્રમ :- ધોરણ 5 સુધીનો રહશે.
વિષય | પ્રશ્નો | ગુણ |
તાર્કિક ક્ષમતા | 30 | 30 |
ગણિત | 30 | 30 |
પરિયાવરણ | 20 | 20 |
ગુજરાતી | 20 | 20 |
હિન્દી – અંગ્રેજી | 20 | 20 |
કુલ | 120 | 120 |
Gyanshakti Admission (ફોર્મ ભરવાની પ્રક્રિયા)
જ્ઞાનશકતિ એડમિશન માટે તમારે ઓનલાઇનજ ફોર્મ ભરવાના રહશે.
બાળકોને મેરીટ મુજબ જ પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષાની પળે પળની અપડેટ માટે http://sebexam.org/ વેબસાઈટ ને જોતી રહેવાની રહશે.
આ વેબસાઈટ ની મદદ થીજ પ્રવેશ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના રહશે. અને વિદ્યાર્થીએ કોઈ પણ માહિતી છુપાવ્યા વિના બધાજ ડોક્યુમેન્ટ અને માહિતી ભરવાની રહશે જો કોઈ પણ માહિતી ખોટી ભરવામાં આવી હશે તો તેવા વિદ્યાર્થીઓના પરિણામ ને રદ કરી દેવામાં આવશે.
આ ફોર્મ ને તમે જે શાળામાં અત્યારે અભયાસ કરી રહ્યા છો તેજ શાળા દ્વારા ભરવામાં આવશે અને આ સિવાય સી આર સી ભવન અથવા બી આર સી ભવન દ્વારા ભરવામાં આવશે.
જ્ઞાનશકતિ એડમિશન યોજના હેઠળ ખાનગી શાળાઓમાં વધુમાં વધુ 25% જેટલા વિદ્યાથીઓનેજ પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીએ વેબસાઈટ પરથી ફોર્મની પ્રિન્ટ કાઢીને પોતાની આગળ રાખવાની રહશે.
હોલ ટિકિટની માહિતી એ તમે જે મોબાઇલ નંબર આપ્યો હશે તેના પર આપવામાં આવશે અથવા તો તમારે http://sebexam.org/ વેબસાઈટ ને ચેક કરતુ રેવું પડશે. અથવા તો તમે જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છો તે શાળા દ્વારા પણ આની જાણકારી આપવામાં આવશે.
વિદ્યાર્થીને જયારે પણ હોલ ટિકિટ મળે ત્યારે તે ટિકિટ ને ખુબજ ધ્યાન પૂર્વક વાંચવા જોઈએ જેથી પરીક્ષા દરમિયાન કોઈ પણ સમસ્યા ન થાય.
હવે જયારે તમને હોલ ટિકિટ મળી જાય ત્યારે તમારે જે શાળામાં અભ્યાસ કરતા હોવ તે શાળા ના આચાર્ય શ્રી ના સહી સિક્કા કરાવવાના રહશે અને તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો તે હોલ ટિકિટ પર લગાવવાનો રહશે.
આ બધીજ કામગીરી થઇ ગયા બાદ બધાજ ડોક્યુમેન્ટને એકવાર જરૂરથી જોઈ લેવા અને પછીજ આગળ ની પ્રક્રિયા કરવી.
Gyanshakti Admission (અગત્યની લિંક)
અમે અહીં નીચે અમુક અગત્યની લિંક્સ આપેલ છે જેમાં બધાજ ફોર્મ અને અન્ય માહિતીઓ આપેલ છે જેને એક વાર અવશ્ય જોઈ લેવી.
જ્ઞાનશકતિ એડમિશન નોટિફિકેશ | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટેની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
બીઆરસી ભવન ના સરનામાં | અહીં ક્લિક કરો |
આ મેસેજ ને તમારી આગળ રહેલા બધાજ વોટ્સએપ ગ્રુપ માં શેર કરી દેજો જેથી સામાન્ય વર્ગના લોકો પણ પોતાના બાળક નું ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.