heatwave protection: અત્યારે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને તાપમાન માં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયે જ્યારે આપડે બપોરે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે લૂ લગતી હોય છે, આ લૂ ને લીધે ઘણા લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમ કે પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરાની સાથે બેભાન અવસ્થા અને આ સિવાય ઘણા લોકોના લૂ લાગવાને કારણે મોત પણ થતા હોય છે.
આ બધીજ બાબતોને ધ્યાને રાખીને અમે આજે તમને લૂ થી બચવા માટેના ઉપાયો જણાવીશું.
લૂ થી બચવા માટેના ઉપાયો
- લૂથી બચવા માટે જયારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે હાથમાં છત્રી જરૂર થી રાખો, અથવા તો માથાને કોઈ કપડા કે ટોપીથી ઢાંકીને રાખો અને ત્યારબાદજ ઘરની બહાર નીકળો.
- ગરમીના સમયમાં ક્યારેય ખાલી પેટ બહાર ન નિકળવું જોઈએ. કારણકે આપણા શરીરમાં ઋતુમાં એનર્જી લેવલ જલ્દીથી ઓછું થઈ જતું હોય છે જેના લીધે આપણ ને લૂ લાગવાની સંભાવનાઓ ખુબજ વધી જતી હોય છે.
- ઉનાળાના સમયમાં માટલાનું પાણી પીવું જોયે જેથી આપણા શરીરમાં પની ની અછત પણ ન થાય અને આપણું શરીરનું તાપમાન પણ જળવાય રહે.
- અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે જયારે પણ બહારથી આપણે આવીએ છીએ ત્યારે તરતજ પાણી ન પીવું ન્યતર તમને લૂ લાગી શકે છે.
- કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે જેવા ફ્રૂટ આપણને લૂ થી બચાવે છે. આ સિવાય તમે દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પણ થોડા થોડા સમયે પીતા રહેવું જોઈએ.
- ઉનાળાના દિવસોમાં હળવું ભોજન લેવું જોઇએ.
- લૂ થી બચવા માટે ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ.
- જો તમારે લો થી બચવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવા હોય તો ડુંગળીનો રસ મધમાં મેળવીને ચાટો આનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.
- આ સિવાય કાચી ડુંગળી ખાવાથી પણ લૂ લાગવાથી બચી શકાય છે.
આ હતા લૂ થી બચવા માટેના ઉપાયો જેને તમારે ચોક્કસ એનું સરવા જોઈએ.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.