You are currently viewing આ માવઠાએ તો લોહી પીધું આજે ફરી ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

આ માવઠાએ તો લોહી પીધું આજે ફરી ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

Gujarat Weather Update:- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ગાભાકાઠી નાખે તેવી ગરમી પડી રહી છે આ વચ્ચે આજે અમરેલી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમરેલીના ધારી વિસ્તારમાં માવઠાએ રમઝટ બોલાવી હતી. કમોસમી. તો બીજી બાજુ ગીર વિસ્તારના પણ અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો.




રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 40 ડિગ્રીને નીચે નથી નોંધ્યો. આજે ગુજરાતના અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમા આજે બપોર બાદ અચાનક વાતાવારણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને લીધે ભર ઉનાળે ચોમાસુ બેસી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. અમરેલીના ધારી, લાખાપાદર, નાગધરા, સહિતના અનેક ભાગોમાં માવઠાએ ધબધબાટી બોલાવી હતી. આ માવઠાને લીધે ફરી એકવાર રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલી અને ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા પાકને ખુબજ મોટું નુકસાન થયું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply