You are currently viewing વિજળીના કડાકા-ભડાકા અને ઘોડા પૂર સાથે વરસાદની ફરી એક આગાહી કરવામાં આવી

વિજળીના કડાકા-ભડાકા અને ઘોડા પૂર સાથે વરસાદની ફરી એક આગાહી કરવામાં આવી

Heavy Rain Forecasting: ગુજરાત માં અત્યારે અમુક વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે તો અમુક વિસ્તારો માં વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક નવી જ આગાહી હવામાન weather forecasting વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (Heavy Rain Forecasting For Gujarat) રહેવાની આગાહી કરવામાં આવી.




ઉનાળાની શરુઆત થતા ની સાથેજ માવઠાની આગાહી થી લોકોને ખુબજ આશ્ચર્યમાં મૂકી દીધા છે અને ખેડૂત પણ પોતાના પાક બગડવાને લીધે મુશ્કેલીમાં મુકાય ગયા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી (weather forecasting) કરવામાં આવી છે.

તારીખ 14 અને 15 માર્ચ ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 16 અને 17 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, દાહોદ, મહિસાગર, નર્મદા, વલસાડ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારો અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી (weather forecasting) કરવામાં આવી છે.




તો બીજી બાજુ જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ડીસા જેવા વિસ્તારોમાં ગરમીનો પારો પણ ચઢે તે રીતે દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ગરમી પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં ખાસો એવો પલટો આવ્યો છે.

રાજ્યમાં હળવા વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાઈ શકે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા, સાંબરકાંઠા, નર્મદા અને તાપી સહિત સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારો પર વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે પણ વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી (weather forecasting) કરવામાં આવી છે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

This Article Credit By Lok Patrika

મિત્રો સાથે શેર કરો

Leave a Reply