Heavy Rain In Amreli:- છેલ્લા 3-4 દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘ તાંડવ મચાવી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં જળપ્રલયના દ્રશ્યો સર્જાયા હતા. ક્યાંક માણસ, તો ક્યાંક ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તરતી દેખાઈ હતી.ત્યારે આજે અમરેલી જિલ્લામાં આવેલા અનેક તાલુકામાં મેઘ કહેર બનીને વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચિત્તલ સહિતના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.
અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચિત્તલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા નદીઓ ગાંડીતૂર બની છે. નદીનું પાણી શહેરી વિસ્તારમાં ઘુસી જતા શહેરમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા.
ચિત્તલ વિસ્તારની અંદર આવેલા સ્નાન ઘાટ વિસ્તારમાં એકા એક પાણી ઘુસી જતા એક વૃદ્ધ પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા.સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા વૃદ્ધાનું રેસ્ક્યુ કરી તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર લાંબા સમયથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ પડવાના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે.શીતલ શહેરમાં આવેલા અમરેલી રોડ વિસ્તારની અંદર પાણી ઘુસી જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.