You are currently viewing High Mango Price in 2022 | કેરી ખાનાર વર્ગને મોંઘા દામ ચૂકવવા પડશે..

High Mango Price in 2022 | કેરી ખાનાર વર્ગને મોંઘા દામ ચૂકવવા પડશે..

High Mengo Price In 2022 | Mango Marketing Yard | Kesar Keri Price In talala | Kesar Keri Price In junagadh | Kesar Keri Price In dhari | Kesar Keri Price In Gir Somnath 

અત્યારે કોઈપણ વિસ્તારના આંબાના બાગ પાસે ઉભા રહીને જુવો, તો એમાં કેરીને બદલે નવા પાંદ સ્વરૂપે ફૂટેલ કોર જોવા મળે છે. આપણે ત્યાં પાછલા પાંચ વર્ષ પર નજર કરીએ તો કેરીની છેલી બે મોસમમાં ખેડૂતોને વળતરને બદલે નુકશાન સહન કરવું પડ્યું છે.

ગત વર્ષે મેં મહિનાના મધ્ય પછી ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ ખેડૂતોની ભાષામાં કહીએ તો આંબાની પત્તર રગડી નાખી છે. કઈ બાકી રહેતું હોઈ એમાં આ સિઝનમાં આંબા પર આવરણ લેઇટ અને બંધારણમાં ડખ્ખો ઉભો થવાથી કેરીના પાક નામે ધબોઈ નારાયણ થઇ ગયું છે.

ખેડૂતોના તાજા રીપોર્ટ મુજબ દશકા પહેલા આંબા કાપવાનો જે સિલસિલો ચાલુ થયો હતો, તે આ વખતે કેરીનો પાક લીધા પહેલા શરુ થઇ ગયો છે. જુનાગઢના વંથલી, ગીર સોમનાથના તાલાલા અને અમરેલીના ગીર ટચ ધારી વિસ્તારમાં દશકા પહેલા આંબાના બગીચાઓ બહુ કપાયા હતા. વર્ષનો એક પાક કહી શકાય એવી આંબાની ખેતીમાં ખેડૂતોને બે વર્ષથી સો રૂપિયાના સાઈઠ રૂપિયા થઇ રહ્યા છે.

Image Credit : Google Image
Image Credit : Google Image

       આપના ગુજરાતમાં કેસર કેરીના પાકનું ઘણું મહત્વ છે. કેરીનો પાક જુનાગઢ ના સોરઠ, ગીર સોમનાથના તાલાલા, ઉના, અમરેલીના ધારી, મોરબીના હળવદ અને નવસારી કેરી પેદા કરતા મહત્વના સેન્ટરો છે.

આ બધા વિસ્તારમાં આંબાની ખેતી કરતા ખેડૂતો ખુશ નથી. એક તો ગત વર્ષે ગીર પંથકમાં આંબાના પાકને તૌક્તે વાવાઝોડાનું ગ્રહણ મોટા પાયે નડ્યું હતું. તો આ વખતે પ્રતિકુળ હવામાનને લીધે માંડ ૨૫ થી ૫૦ ટકા કેરી મળવાનું ચિત્ર છે.

       આપણે ત્યાં કેરી પાકવાની સાયકલ જોઈ લઈએ. દેશમાં હિસાબ માંડો તો કેરીની સીઝન પુરા ૬ મહિના ચાલતી હોય છે. દક્ષીણમાંથી પ્રથમ કેરી પાકવાની શરુ થઈ, ધીમે ધીમે આગળ વધતા મધ્ય ભારત અને છેલ્લે ઉત્તર ભારતમાં પાક તૈયાર થતો હોય છે.

દેશમાં કેરી પાકવાનો આ કાયમી રૂટ. સામાન્ય રીતે કેરીની મોસમ ફેબ્રુઆરી થી જુલાઈ સુધીની ગણીએ તો ૬ મહિના સુધી છેક દક્ષીણ થી ઉત્તર ભારત સુધી પાકતી કેરી આપણને ખાવા મળતી હોય છે, પછી એમાં જાત-પાત જોવામાં ન આવે. બધા પ્રદેશમાં અલગ અલગ કેરીની જતો પાકે છે.

       સૌરાષ્ટ્ર ખાતે ફ્રુટના વેપારીમાં આગવું નામ ધરાવતા ગોંડલ યાર્ડના શાકભાજી વિભાગમાં લેરીની એપ્રિલ પ્રારંભે ૪૦૦ જેટલા કેરીના બોક્ષની આવક તાલાલા પંથકમાંથી થઇ હતી. હરાજીનું મુહુર્ત કરવામાં પ્રતિ ૧૦ કિલો બોક્ષ રૂ. ૧૨૦૦ થી ૧૭૫૧ ભાવ ઉપજ્યા હતા. ગોંડલ યાર્ડના વેપારીઓએ કહ્યું હતું કે આ વર્ષે ઓછા પાકથી કેરીના દામ ઊંચા રહેશે.

       એ રીતે તાલાલાનું મેંગો યાર્ડ પણ ખોલવું ન ખોલવાની અવઢવ વચ્ચે ગત વર્ષની તુલનાએ ૭ દિવસ વહેલું તા.૨૬ એપ્રિલથી કેરીના વેપારી માટે ખુલી રહ્યાની વિગત આપતા યાર્ડ સેક્રેટરી હરસુખભાઈ જારસાનિયાએ કહ્યું હતું કે આંબાના બગીચા ધરાવતા કેટલાક ખેડૂતોએ પરિવારને ખાવા પુરતી કેરી વેચાતી લેવાની સ્થિતિ ઉભી થઇ છે.

જમ્બો કેસર કેરીનો વજન ૫૦૦ ગ્રામ…

       મહેશભાઈ ઠુંમર કહે છે કે છેલ્લા અઢી દાયકાથી અહીના ખેડૂતોએ જમ્બો કેસર તૈયાર કરવાના અખતરા સારું કર્યા હતા. આજે સામાન્ય કેસર કેરીની સાથે ખાનાર વર્ગ જમ્બો કેસરને પણ આવકારી રહ્યો છે. તેઓ સામાન્ય કેસર અને જમ્બો કેસરની તુલના કરતા કહે છે કે સામાન્ય કેરીનું ફળ ૨૫૦ ગ્રામ આસપાસનું હોય છે.

તેની સામે સરેરાસ જમ્બનો કેસરમાં ૫૦૦ ગ્રામનું ફળ હોય છે. સામાન્ય કેસરમાં ગોટલુ મોટું હોય છે, તેની સામે જમ્બોમાં એકદમ ગોટલી નાની હોય છે. સામાન્ય કેસર કરતા જમ્બોમાં સુગરનું પ્રમાણ ૬ ટકા ઓછું હોય છે. રેગ્યુલર કેરીમાં એકાંતરા વર્ષે ઉતારામાં વધ ઘટ થતી હોય છે. જમ્બો કેસરમાં ઉત્પાદન જળવાયેલું હોય છે.

વલસાડની કેરીનું ચિત્ર પણ હરખાવા જેવું નથી…

       વલસાડના પાલડી તાલુકાના ઉમરસાડી ગામના અભ્યાસુ ખેડૂત ભરતભાઈ દેસાઈ કહે છે કે આ વર્ષે કેરીના પાકનું ચિત્ર પાછલા વર્ષોની તુલનાએ ૨૫ થી ૩૦ ટકા જ આવશે. અમારે ત્યાં ૧૫ દિવસ કેરીનો પાક લેઇટ છે. આ વખતે આગળ-પાછળ કેરીના થયેલ બંધારણને લીધે ૧૫ મેં થી ૧૫ જુન સુધી કેરીનો પાક ઉતરશે. ઉમરસાડીના અન્ય ખેડૂત દિલીપભાઈ દેસાઈ કહે છે કે મારી પાસે કેસરના ૪૦૦ અને ૧૦૦૦ ઝાડ હાફૂસ કેરીના છે.

વલસાડ, ચીખલી, પારડી, ઉમરગામ સહિતના વિસ્તારમાં આ વખતે ૧૦ થી ૧૫ ટકા જ કરીનો પાક આવશે. આ વખતે ગ્લોબલ વોર્મિંગની મહત્તમ અસરથી હવામાનમાં કઈ સમજ પડે એમ નથી.

કેરીમાં મોરના આવરણથી અત્યાર સુધી વારંવાર હવામાન પલટા ની અસર થઇ છે. કાયમ દવાઓના ૪ સ્પ્રે સામે આ સીઝને ૭ સ્પ્રે કરવા છતાં પાક ઓછો મળશે. ગત વર્ષની તુલનાએ કેરીના જથ્થાબંધમાં પ્રતીકિલ્લો ડબલ એટલેકે રૂ. ૧૦૦ આસપાસ ભાવ મળવાની ધારણા છે. કેરીના પાક બાબતે હવે ખેડૂત જાગૃત નહિ થાય તો આંબા રહે ના રહે !

મિત્રો સાથે શેર કરો

Leave a Reply