Home Loan Information In Gujarati | Home Loan Intrest Rate | Home Loan Criteria | Home Loan Banks
નમસ્કાર મિત્રો આજના આ લેખ માં અમે આપને (Home Loan Information) હોમ લોન લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોયે અને ક્યાં ક્યાં ડોકયુમેન્ટ ની જરૂર પડે એના વિશે જણાવીશું તો આ લેખ ને અંત સુધી જરૂર થી વાંચજો.
મિત્રો સામાન્ય માણસ નું સપનું હોય છે કે તેઓ પોતાનું ઘર ખરીદે પરંતુ આજના આ મોંઘવારીના જમાનામાં લોકોને ઘર ખરીદવું એ એક સપના રૂપ બની ગયું છે, પરંતુ ઘણી બધી બેન્કો એવી પણ છે જે તમને તમારા સપનાનું ઘર ખરીદવા માટે લોન આપતી હોય છે.
આવી બેન્કો માંથી લોન લેતી વખતે તમારે અમુક બાબતો નું ખુબજ ધ્યાન રાખવું જોયે કારણ કે જો તમે અધૂરી માહિતી મેળવી અને પોતાની જીવન ભરની કમાણી કોઈ પણ બેંક ને આપો છો ત્યારે તમારે તેના નિયમો અને તે કેટલા વ્યાજ દરો લે છે અને તે લોન નો સમય ગાળો કેટલો હોય છે એ ખુબજ જાણવું જરૂરી છે.
તો આજે આ લેખ માં અમે તમને લોન લેતી વખતે ખુબજ ધ્યાનમાં રાખવા જેવી 10 બાબતો વિષે જણાવીશું.
Home Loan Information In Gujarati – હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 10 ખુબજ અગત્યની બાબતો.
1) કયા પ્રકારની હોમ લોન
હોમ લોન ના મુખ્ય બે પ્રકાર છે – ફ્લોટિંગ રેટ હોમલોન અથવા ફિક્સ રેટ હોમલોન. ફ્લોટિંગ વ્યાજ દર પર હોમ લોન લેવી એ પણ વધુ એક સારો વિકલ્પ છે કારણ કે તે તમને વધુ સગવડતા પુરી પડે છે.
2) લોનની લાયકાત
હોમ લોન ની લાયકાત એ મુખ્યત્વે તમારી આવક અને તમે કેટલા સમય ગાળામાં ચૂકવી શકો છો એના પર નિર્ભર કરે છે. એક સામાન્ય નિયમ એવું કહે છે કે હોમ લોનનો જે માસિક હપ્તો છે એ તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોઈ શકે.
આ લેખ પણ વાંચો:- SBI New Rate of Interest | કરોડો ગ્રાહકો માટે મોટો ફટકો
3) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો
ઉતાવળ આ ક્યારેય પણ લોન લેવી નહિ. એટલે કે હોમ લોન લેતા પહેલા એક વખત ખુબજ શાંતિથી અને ઠંડા મનથી વિચારવું જોઈએ જેથી કરીને આગળ જતા તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. આજના સમય માં દરેક બેન્ક પાસે પોતાનું EMI ચેક કરવા માટે ઓનલાઇન કૅલ્ક્યુલેટેર રહેલું હોઈ છે. આથી તમે ઘરે બેઠા ઓનલાઇન કેલ્ક્યુલેટર ની મદદથી બધીજ EMI ચેક કરીનેજ આગળ વધવું.
4) સારો ક્રેડિટ સ્કોર, સસ્તી લોન
આજના સમયમાં જો તમારે કોઈ પણ લોન લેવી હોય તો સારો ક્રેડિટ સ્કોર હોવો ખુબજ આવશ્યક છે. 750 થી 800 CIBIL ક્રેડિટ સ્કોર ખુબજ ઉત્તમ માનવામાં આવે છે. અને જો તમારે તમારો ક્રેડિટ સ્કોર વધારવો હોઈ તો તમારા ક્રેડિટ કાર્ડ ના બિલ ને સમય સર ચૂકવવું જોયે જેથી તમારો ક્રેડિટ સ્કોર સારો થઈ જશે.
એકવાર ક્રેડિટ સ્કોર જાણી લીધા બાદ, પછી તમારે તમારા ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવકવેરા રિટર્ન ને લગતા બધાજ કાગળિયા, બેંક સ્ટેટમેન્ટ, જ્યાં તમે નોકરી કરતા હોવ ત્યાંનું એમ્પ્લોયર પ્રૂફ સહિતના અન્ય દસ્તાવેજો તૈયાર રાખો.
આની સાથે સાથે તમારે જે ઘરનો મલિક અથવા બિલ્ડર ની ઓળખ અને સરનામાનો પુરાવો, મિલકતનું શીર્ષક, નકશો, કંપ્લીશન સર્ટીફીકેટ પણ એકત્રિત કરો જેથી તમને લોન લેતી વખતે ખુબજ સરળતા રહે.
5) નીચા વ્યાજ દરો માટે તપાસ કરો
તમે જયારે પણ લોન લેતા હોવ ત્યારે તમારે લોન ના વ્યાજ દર વિશે જાણવું ખુબજ મહત્વનું હોય છે. જયારે તમે ખુબજ લાંબા ગાળાની લોન લેતા હોવ ત્યારે વ્યાજ દર માં 0.05% નો પણ તફાવત લાખો રૂપિયામાં જઈ શકે છે. આથી તમારે દરેક બેંક માં જયને તેના વ્યાજ દર વિશે જાણી લેવું જોયે જેથી કરીને તમને સારા અને સસ્તા વ્યાજ માં લોન મળી રહે.
Home Loan Information In Gujarati (6-10)
6) છુપાયેલા ખર્ચ પણ જુઓ
મિત્રો તમને ખ્યાલ નઈ હોય પરંતુ લોનમાં અમુક એવા પણ છુપાયેલા ખર્ચાઓ પણ રહેલા હોય છે. જેનો તમને અમુક બેન્કો અગાઉ ઉલ્લેખ કરતી નથી. અને પછી પાછળથી તમને જાણ કરતી હોઈ છે કે તમારે આ ફીસ પણ આપવાની રહશે. અહીં અમે તમને નીચે એ બધાજ ખર્ચાઓ વિશે જણાવેલ છે.
- કાનૂની ફી,
- તકનીકી મૂલ્યાંકન શુલ્ક
- ફ્રેન્કિંગ ફી
- દસ્તાવેજીકરણ ફી
- નિર્ણય ફી
- નોટરી ફી
- લોન પૂર્વચુકવણી ફી
- સ્વિચ ફી
7) હોમ લોનની મુદત
હોમ લોન ની મુદ્દત ખુબજ અગત્યની હોય છે કારણ કે જો તમે સમય સર લોન ની ચુકવણી કરતા નથી તો તમારા પર કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે.
8) ડિફોલ્ટ
જો તમે લોન ના 3 માસિક હપ્તા ની ચુકવણી કરતા નથી તો જેતે સંસ્થાને અધિકાર હોય છે કે તે તમારી ઉપર કાનૂની કાર્યવાહી કરી શકે છે અને તમને ડિફોલ્ટર જાહેર કરી શકે છે.
જેથી તમે ભવિષ્યમાં પણ કોઈ લોન લઇ શકશો નહિ.
9) હોમ લોન પર પ્રોસેસિંગ ફી તપાસો
ઘણી બધી બેંકો પ્રોસેસિંગ ફીસ વસુલતી હોય છે. તે લગભગ અડધા ટકા થી લઈને 1 ટકા સુધીની હોઈ શકે. અને અમુક sbi જેવી બેન્કો તમારી પ્રોસેસિંગ ફી ને માફ પણ કરી દેતી હોય છે. આવી ફી ની ગણતરી કરીનેજ તમારે કોઈ પણ બેંક પાસે થી લોન લેવી જોએ.
10) વીમા કવર
હોમ લોન લેતા હોવ ત્યારે તમારે વીમા કવર અચૂક પણે લેવું જોયે કારણ કે વીમા કવર જ તમારા પરિવાર ને કટોકટીની પરિસ્થિતિમાં બેઘર થવા થી બચાવે છે. વીમા કવર હોવા થી તમારી અકસ્મત ના સમયે તમારી માસિક હપ્તો પણ માફ કરી દેવામાં આવે છે.
આ લેખ પણ વાંચો:- How to Apply PMEGP Loan Online 2023 | રોજગાર નિર્માણ
હોમ લોન લેવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી – Home Loan Information In Gujarati
- પાસપોર્ટ સાઇઝના 3 ફોટોગ્રાફ્સ.
- લોન અરજી ફોર્મ.
- તારી ઓળખનો પુરાવો (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ – આમાંથી કોઈ પણ એક).
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ).
- છેલ્લા 6 મહિના ના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ/પાસબુક.
- અર્જીકરનારના બેંક દ્વારા સહી ચકાસણી.
- વ્યક્તિગત સંપત્તિ અને ટોટલ દેવા ની વિગતો.
- મિલકતના વિગતવાર દસ્તાવેજો.
- જ્યાં તમે નોકરી કરતા હોવ ત્યાંના એમ્પ્લોયર તરફથી પગાર પ્રમાણપત્ર.
- છેલ્લા 2 નાણાકીય વર્ષો માટે ના ફોર્મ 16/IT રિટર્ન. (પગારદાર વ્યક્તિઓ)
- છેલ્લા 3 વર્ષના IT રિટર્ન/એસેસમેન્ટ ઓર્ડરની નકલો. (સ્વ-રોજગાર વ્યાવસાયિકો)
- એડવાન્સ ઈન્કમ ટેક્સ પેમેન્ટના પુરાવા તરીકેનું ચલણ. (સ્વ-રોજગાર વ્યાવસાયિકો)
- જે લોકો નોકરી નથી કરતા તેવા વ્યક્તિઓ માટે વ્યવસાયના સરનામાનો પુરાવો. (સ્વ-રોજગાર વ્યાવસાયિકો)
- છેલ્લા 3 વર્ષના IT રિટર્ન/એસેસમેન્ટ ઓર્ડરની નકલો. (સ્વ-રોજગાર ઉદ્યોગપતિઓ)
- એડવાન્સ ઈન્કમ ટેક્સ પેમેન્ટના પુરાવા તરીકે ચલણ. (સ્વ-રોજગાર ઉદ્યોગપતિઓ)
હંમેશા જે અધિકૃત બેન્કો રહેલી છે તેવી બેન્કો પાસેથી જ હોમ લોન લેવાનો આગ્રહ રાખવો જોયે. જેવી કે,
- SBI Home Loan
- HDFC Home Loan
- ICICI Home Loan
- Axis Home Loan
- BOB Home Loan
- PNB Home Loan
- BOI Home Loan
- Kotak Home Loan
FAQ : Home Loan Information In Gujarati
Q. હોમ લોન લેવા માટેની લાયકાત શું હોય છે?
Ans. હોમ લોન ની લાયકાત એ મુખ્યત્વે તમારી આવક અને તમે કેટલા સમય ગાળામાં ચૂકવી શકો છો એના પર નિર્ભર કરે છે. એક સામાન્ય નિયમ એવું કહે છે કે હોમ લોનનો જે માસિક હપ્તો છે એ તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોઈ શકે.
Q. હોમ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી જણાવો?
Ans.
- લોન અરજી ફોર્મ.
- પાસપોર્ટ સાઇઝના 3 ફોટોગ્રાફ્સ.
- ઓળખનો પુરાવો. (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ – આમાંથી કોઈ પણ એક)
- રહેઠાણનો પુરાવો. (વીજળી બિલ)
- છેલ્લા 6 મહિના તમારા ના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ/પાસબુક.
- અરજદારના બેંક દ્વારા સહી ચકાસણી.
- વ્યક્તિગત સંપત્તિ અને ટોટલ દેવા ની વિગત.
- જેતે મિલકતના વિગતવાર દસ્તાવેજો.
- એમ્પ્લોયર તરફથી પગાર પ્રમાણપત્ર.
- છેલ્લા 2 નાણાકીય વર્ષો માટે ફોર્મ 16/IT રિટર્ન. (પગારદાર વ્યક્તિઓ)
વધુ માહિતી મેળવવી હોય તો લેખને સંપૂર્ણ વાંચો.
મિત્રો તમને અમારા લેખ માંથી માહિતી મળી હોય તો તમે આ લેખને બીજ મિત્રો સુધી શેર કરજો જેથી તેને પણ માહિતી મળી રહે.
આવીજ નવી નવી માહિતી વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.