Home Made AC: આજના સમયમાં સામાન્ય લોકો માટે એસી ખરીદવુંએ ખૂબ મુશ્કેલ બની ગયું છે અને તેની પાછળ એક મોટું કારણ બજેટ પણ હોઈ શકે છે. વાસ્તવમાં, ઉનાળાની સીઝનમાં, એર કંડિશનરના ભાવ ખુબજ આસમાને પહોંચી જતા હોય છે, એસી લેવા માટે લોકોને રૂ. 40,000 થી રૂ. 60,000 પણ ચૂકવવા પડતા હોય છે.
ઘણા સામાન્ય વર્ગના લોકો એસી ખરીદી સકતા નથી તેથી તેઓ કુલર ખરીદે છે, પરંતુ તે પણ આજના આ મોંઘવારીના સમયમાં ખૂબજ મોંઘા થઈ ગયા છે.
આવી પરિસ્થિતિમાં ઘણા લોકો પોતના ઘરમાંજ એસી બનાવી રહ્યા છે અને તે પણ એવી એવી વસ્તુઓનો ઉપયોગ કરીને જેનું કામ પાણીને ઠંડુ રાખવાનું હોય છે
પરંતુ લોકોએ તેને Ac માં બદલી નાખ્યું છે. આ લોકો દ્વારા બનાવેલ એસીમાં હવા જોઈને તમે પણ ખુબજ આશ્ચર્યચકિત થઈ જશો. આ એસી કેવી રીતે બંનવું ઘરે તેની સંપૂર્ણ માહિતી આપશું.
લોકો બનાવી રહ્યા છે માટીના વાસણોમાંથી બનાવી રહ્યા છે એસી
ઘરમાં પડેલા જૂના કે નવા માટીના વાસણોમાંથી એસી બનાવી રહ્યા છે, જે ખૂબ જ સારી એવી ઠંડી હવા આપે છે. આ એસીને સરળતાથી ઘરેજ બનાવી શકીયે છીએ. અને આ એસી બનવવા માટે લાગતો ખર્ચો માત્ર 500 રૂપિયા જ છે.
અને અમે તમને જણાવી દઈએ કે આ માટીના વાસણમાંથી બનેલું એસી સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી (એટલેકે પર્યાવરણ ને કોઈ પણ નુકસાન પોંહચાડતુ નથી) અને જો તમે આ એસી બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે તેને થોડા ક જ કલાકોમાં ઘરે જ બનાવી શકો છો. આ માટે તમારે માટલામા થોડાક ઉપકરણો લગાવવા પડશે અને તેમાં વેન્ટિલેશનની એટલે કે પવન આવજા કરી શકે તેની પણ પણ વ્યવસ્થા કરવી પડશે.
આ રીતે બનાવો ઘરેજ એસી
આ એસીને બનાવવા માટે તમારે ફક્ત તમારા ઘરમાં રહેલા એક જુના માટલાની જરૂર પડશે. હવે તમને અમે જણાવી દઈએ કે આ એસી બનાવવા માટે સૌથી પહેલા તો તમારે આ માટલાના સાઈડમાં અમુક છિદ્રો કરવા પડશે અને પછી તેના ઉપરના ભાગ પર એક ખુબજ હાઈ પાવરનો પંખો લગાવવો પડશે.
આ હાઇ પાવરનો પંખો બહારની હવાને અંદર તરફ ખેચશે, અને ત્યાર પછી તેને તમે સાઈડમાં બનાવેલા છિદ્રો દ્વારા હવા બહાર કાઢવામાં આવશે. આ માટે તમારે આ માટીના વાસણમાં બરફ રાખવાનો છે જેથી જયારે પંખો શરૂ કરશો ત્યારે તે ઠંડી હવા ફેંકશે.
આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી