House Price:- આજે દરેક વ્યક્તિને પોતાનું ઘર ખરીદવું એ એક સપનું હોય છે. દરેક વ્યક્તિ આજના સમયમાં ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય. અહીં અમે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી મકાનોની કિંમતો ઓછી હતી, પરંતુ હવે મકાનોની કિંમતો વધારો થઇ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ઘરોની કિંમતોમાં 8 થી 10 ટકાનો જેટલો વધારો થયો છે અને 2023-24 દરમિયાન તેમાં હજુ પાંચ ટકાનો વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે.
ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચે ના જણાવ્યા મુજબ 2023-24 માટે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરના આઉટલૂકને ‘સુધારા’થી બદલીને ‘તટસ્થ’ કરવામાં આવ્યું છે. એક અહેવાલ માં, તેઓએ જણાવ્યું હતું કે, “બાંધકામના ખર્ચમાં, વધારો થતા હોમ લોનના દરો અને દેશમાં અને વેદેશોમાં મંદી હોવા છતાં પણ રહેણાંક રિયલ એસ્ટેટ માર્કેટમાં 2022-23માં તેજી નો માહોલ ચાલી રહ્યો છે અને મકાનોના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જાનવવામાં આવ્યું છે કે મંદી અને ફુગાવાના દબાણને લીધે જ નજીકના ભવિષ્યમાં ઘરોની માંગને અમુક અંશે અસર પોહચી શકે છે, પરંતુ અહીં એવી અપેક્ષાઓ કરવામાં આવી રહી છે કે બજાર એકવાર દબાણનો સામનો કરી શકે છે. એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમુક અંશે માંગમાં પણ વધારો થઈ શકે છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા જાણવા મળ્યું હતું કે, “સંપત્તિની કિંમતો 2022-23માં વાર્ષિક ધોરણે 8-10 ટકા જેટલી વધી શકે છે, અને તે 2023 થી 24 દરમિયાન વધુ પાંચ ટકા જેટલી વધી શકે છે.”
અત્યારે એવું કહેવામાં આવે કે 2021-22માં મકાનોના વેચાણ પાછળનું મુખ્ય જો કોઈ કારણ હોય તો તે છે તેમની ઓછી કિંમત. જો કે, વધતી જતી મોંઘવારીના લીધે અને રેપો રેટમાં પણ સારો એવો વધારો થવાને લીધે 2022-23માં ઘરોની માંગો પર અસર પડી છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.