You are currently viewing How much protein is in which foods and how much should be consumed? | કયા ખોરાકમાં કેટલું પ્રોટિનમળે છે અને કેટલું લેવું જોઈએ.

How much protein is in which foods and how much should be consumed? | કયા ખોરાકમાં કેટલું પ્રોટિનમળે છે અને કેટલું લેવું જોઈએ.

How much protein is in which foods and how much should be consumed?




ચરબી અને કાર્બોહાયડ્રેટની માફક પ્રોટીન પણ ‘ મેક્રોન્યુટ્રિયન્ટ ‘ એટલે કે શરીરને વધારે પ્રમાણમાં જરૂરત હોય તેવો પદાર્થ છે

વૈજ્ઞાનિકોએ ઉંમર , જાતિ , ઉંચાઈ , વજન અને શારીરિક પ્રવૃત્તિની ગણતરી કરીને હિસાબ કાઢ્યો છે તે પ્રમાણે તમે સ્ત્રી હો અને તમારું આદર્શ વજન ૬૦ કિલોગ્રામ હોય તો તમારે રોજ ૪૫ ગ્રામ પ્રોટીન અને તમે પુરુષ હો અને તમારું આદર્શ વજન ૭૦ કિલોગ્રામ હોય તો ૫૫ ગ્રામ પ્રોટીન રોજના ખોરાકમાં લેવું જોઈએ !

કયા ખોરાકમાંથી કેટલું પ્રોટીન મળે તેની જાણકારી નીચે મુજબ છે.

  • લીલાચણા , લીલાવટાણા , ઉગાડેલા , બાફેલાકે રાંધેલા ભધા જ પ્રકારના કઠોળ એક વાટકીમાં ૧૦ થી ૧૨ ગ્રામ પ્રોટીન મળે .
  • તુવેરનીદાળમધ્યમએકવાટકી૮ગ્રામપ્રોટીનમળે ,
  • ૧૦ગ્રામઘઉંનાલોટનીએકરોટલીમાં૪ગ્રામપ્રોટીનમળે . ૨૦ગ્રામઘઉંનીએકભાખરીમાં૮ગ્રામપ્રોટીનમળે .
  • સોયાબીન૧૦૦ગ્રામમાં૧૩ગ્રામપ્રોટીન મળે .
  • સ્પીરુલિના ( સુકવેલીસેવાળ ) ૧૦૦ગ્રામમાં૪૦થી૫૦ગ્રામપ્રોટીન મળે.
  • ૧૦૦ મિલી . લિટર દૂધમાં ૪ ગ્રામ પ્રોટીન મળે .
  • ૧૦૦ ગ્રામ ચીઝ ચરબી સાથે ૨૨ ગ્રામ પ્રોટીન મળે .
  • ૧૦૦ ગ્રામ મઠો ( યોગર્ટ ) માં ૬ ગ્રામ પ્રોટીન મળે .
  • બધી જાતની લીલી શિંગો ( તુવેર , વટાણા , ચોળી , પાપડી , ગુવાર ) ૧૦૦ ગ્રામમાં ૭ ગ્રામ પ્રોટીન મળે .
  • સોયાબીનનું દૂધ ૧૦૦ મિલી . લીટર ૬ ગ્રામ પ્રોટીન મળે . ટોફુ ( સોયાબીનના દૂધનું પનીર ) ૧૦૦ ગ્રામમાં ૧૨ ગ્રામ પ્રોટીન મળે.
  • ૨૫ ગ્રામ બદામ , અખરોટ , કાજુમાં ૫ થી ૬ ગ્રામ પ્રોટીન મળે .
  • કોળાના બી અને સૂર્યમુખીના બી ૨૫ ગ્રામમાં ૫ થી ૬ ગ્રામ પ્રોટીન મળે .
  • સફેદ ચોખા ૧૦૦ ગ્રામમાં ૨ ગ્રામ પ્રોટીન મળે .
  • ઓટ અને બારલી ૧૦૦ ગ્રામમાં ૨ ગ્રામ પ્રોટીન મળે . પિનટ બટર એક ચમચીમાં ૪ ગ્રામ પ્રોટીન મળે .
  • એક કેળામાં ૧.૫ ગ્રામ પ્રોટીનમળે .
  • તલ એક ચમચીમાં ૨ ગ્રામ પ્રોટીન મળે .

આવીજ સ્વાસ્થ્યય લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

ઘેરબનાવોપ્રોટીનપાઉડર . જેનામાટેસામગ્રીનીચેમુજબછે .

  • ૧૦૦ગ્રામએરંડિયાવગરનાઘઉંનોલોટ
  • ૧૦૦ ગ્રામ સોયાબીન પાઉડર
  • ૧૦૦ ગ્રામ રાગી પાઉડર
  • ૧૦૦ ગ્રામ મગ ૭ ૫૦ ગ્રામ મગફળીના દાણા
  • ૫૦ ગ્રામ સફેદ તલ
  • ૧૫ ગ્રામ સૂંઠ
  • ૨૦ નંગ એલચી
  • ૨૦૦ ગ્રામ ખડી સાકર ઉપર જણાવેલ બધી વસ્તુઓનો લોટ , પાઉડર , અથવા આખા લઈ તેનો પાઉડર કરી નાખવો . ત્યારબાદ બધાને મિક્ષ કરીને કાચની બરણીમાં ભરી દેવો . સવારે – સાંજે દૂધ સાથે ૧-૧ ચમચી આ પાવડરનું સેવન કરવાથી પ્રોટીન , વિટામિન , આયર્ન વગેરે આપણા શરીરને મળી જશે.

ખાસનોંધ : આપાઉડરજરૂરિયાતમુજબનોતાજોબનાવીનેજ ઉપયોગ કરવો ૩ મહિના બાદ ઉપયોગ કરવો નહીં .

ખોરાકમાં પૂરતું પ્રોટીન લેવાના ફાયદાઓ નીચે પ્રમાણે છે .

૧. બ્લડસુગર કાબૂમાં રહેશે અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જશે .

૨. મગજની બધી જ ક્રિયા સરળતાથી થશે . સ્ટ્રોક આવવાની ચિંતા નહીં રહે .

૩. કોલેસ્ટ્રોલનું પ્રમાણ કાબૂમાં રહેશે એટલે હાર્ટ એટેક નહી આવે .

૪. સ્નાયુ મજબૂત રહેશે .

પ . હાડકાં પોલા થવાની ક્રિયા ( ઓસ્ટીઓપોરોસિસ ) નહીં થાય . ઉમ્મર લાયક વ્યક્તિઓને ઘણો ફાયદો થશે કારણ તેઓ જાણે અજાણે ખોરાકમાં પ્રોટીન ઓછું લેતા હોય છે તેને કારણે તેમના સ્નાયુ થોડી ઘણી શારીરિક ક્રિયા માટે હાડકામાંથી જરૂર પુરતું પ્રોટીન લઈ લેશે જેને કારણે ‘ ઓસ્ટીઓપોરોસિસ ‘ એટલે કે હાડકાં પોલા થઈ જશે , પાતળા થઈ જશે વળી જશે અને તૂટી જશે .

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

  1. I am truly thankful to the owner of this web site who has shared this fantastic paragraph at at
    this time.

Leave a Reply