ઘરમાં દરરોજ દૂધ પીવાની જરુર પડતી જ હોય છે. દૂધનો ઉપયોગ પીવામાં તેમજ ઘણી બધી ડેરી પ્રોડક્ટ બનાવવા માટે થાય છે. ભારત દેશમા દૂધ સૌથી વધુ ઉપયોગ થતો તરલ પદાર્થ છે. ભારત દેશ જેવા મોટી વસ્તી વાળા દેશમાં રોજ દૂધની ભરપાઈ કરવી એ ખુબજ મુશ્કેલ કામ છે. તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે, ઓછા દૂધ ઉત્પાદન અને દૂધની માગ વધારે હોવા છતાં પણ તમામ જનતાને દૂધની સપ્લાઈ કેવી રીતે પુરી થાય છે.
એક સૌથી મોટુ કારણ એ પણ છે કે દૂધમાં થતી મિલાવટ. ઓછા દૂધમાં યૂરિયા, ડિટર્જેંટ પાવડર, શુગર, સોલ્ટ તેમજ ફોર્મેલિન જેવા રસાયણ અને વસ્તુઓ ભેળવીને દૂધની માત્રામાં વધારો કરવામાં આવે છે. જનતાને આ મિલાવટની ખબર જ નથી પડતી. તેનો અર્થ એવો થાય છે કે, તમે રોજ જાણ્યે અજાણ્યે મિલાવટી એટલે કે બનાવેલું દૂધ પી રહ્યા છો અને તમારા શરીરમાં ભયંકર બીમારીમાં ધકેલી રહ્યા છો. તેમજ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ્સ અથોરિટી ઓફ ઈંડિયા (FSSAI)એ દ્વારા જણાવ્યું છે કે, તમે ઘરમાં દૂધમાં વાપરી રહેલા યૂરિયાની તપાસ જાતે કેવી રીતે કરી શકો છો.
યૂરિયા રસાયણ એક કાર્બિક યૌગિક છે. યુરિયાનો રંગ સફેદ હોય છે યુરિયાનો ઉપયોગ પાકના ઉપ્તાપદન વધારવા માટે કરવામાં આવે છે. યુરિયા એક ગંદહીન, ઝેરીલો અને ખુબજ બેસ્વાદ કેમિકલ છે. યુરિયા દૂધમાં ભેળવતા દૂધનો રંગ બિલકુલ નથી બદલાતો. યુરિયા ભેળવવાથી દૂધ ખુબજ ઘાટુ થાય છે.
દૂધમાં ફૈટની અમુક ટકા માત્રા વધવાથી આ દૂધનો ઉપયોગ કરી શકાય છે. આ કેમિકલના ખુબજ ગંભીર નુકસાન છે. આ કેમિકલ આપના આંતરડાને ખુબજ ખરાબ કરી શકે છે અને તે પાચન તંત્રને પણ નુકસાન પહોંચાડે છે. એટલું ધ્યાન રહે કે, મિલાવટી દૂધ પીવાથી તમારી કિડની પણ ખરાબ થઈ શકે છે, તેમજ હ્દય રોગ, અમુક અંગ ખરાબ થવા, આંખેથીઓછું દેખાવું, કેન્સર તેમજ સુધી કે તમારું મોત થઈ શકે છે.
દૂધની બધી તાકાત છીનવી લે છે યૂરિયા
દૂધમાં રહેલું પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી, તેમજ વિટામિન એનો ખુબજ સારામાં સારો સ્ત્રોત છે. રોજ દૂધ પીવાથી તમારા શરીરમાં હ્દય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ 2 ડાયાબિટીસની સંભાવના ખુબજ ઘટી જાય છે.દૂધ હાડકાના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. પણ જયારે દૂધમાં યૂરિયા જેવા કેમિકલ હોવાથી તેની બધીજ તાકાત એકદમ ખતમ થઈ જાય છે.
મેલામાઈન-આ કેમિકલથી કિડની ને લગતી બીમારી થઈ શકે છે
ફોર્મેલિન- આ કેમિકલ દૂધની શેલ્ફ લાઈફ વધારે છે તે માટે ઉપયોગ થાય છે ફોર્મેલીનથી ત્વચાની સમસ્યા અને કેન્સરની બીમારી પણ થઈ શકે છે.
ડિટર્જેંટ- ડિટર્જેંટ પાઉડર આંતરડાના ગંભીર રોગનું કારણ બની શકે છે.
સ્ટાર્ચ- માણસના શરીરમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ જમા થવાથી ડાયાબિટીસનો ખતરો પણ ખુબજ વધી જાય છે હાઈડ્રોજન પેરોક્સાઈડ- આ કેમિકલ પાચનતંત્રને ખુબજ નુકસાન પહોંચાડે છે
તમારા ઘરમાં રહેલા દૂધમાં યૂરિયાની તપાસ કેવી રીતે કરશો
સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યૂબમાં એક ચમચી જેટલું દૂધ નાખો
આ ટ્યૂબમાં અડધો ચમચી સોયાબીન અથવા અડધની દાળનો પાઉડર ઉમેરો.
મિશ્રણને ખુબજ સારી રીતે મિક્સ કરી લો
ત્યારબાદ 5 મીનિટ બાદ તમે ટેસ્ટ ટ્યૂબમાં લાલ લિટમસ પેપર ઉમેરો.
ત્યારબાદ અડધા મીનિટ બાદ પેપરને કાઢો
જો દૂધમાં ડૂબેલા લાલ લિટમસ પેપરનો રંગ પણ ચેન્જ થઈ જાય છે, એટલે કે દૂધમાં વાદળી રંગ થઈ જાય તો તમે સમજી લો કે દૂધમાં ખુબજ ઝેરી યૂરિયા મિક્સ કરી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.