કેન્દ્ર સરકાર દ્વારા એક ખુબજ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 1 એપ્રિલ 2023 પહેલા તમામ નાગરિકોને પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહશે જે વક્તિએ આવું ન કર્યું હોઈ તેઓનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આથી બધાજ પાનકાર્ડ ધરાવતા લોકોએ છેલ્લી તારીખ પહેલા પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત છે.
થોડાજ સમય પહેલા આવકવેરા વિભાગ દ્વારા ટ્વિટ કરીને જણાવામાં આવ્યું કે જો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહિ હોઈ તો બધીજ પ્રકારની બેન્કિંગ સેવાઓ માં મુશ્કેલી નો સામનો કરવો પડશે.
આવકવેરા વિભાગ થોડા થોડા સમયના અંતરે લોકોને અપીલ કરતુ હોઈ છે કે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત છે પરંતુ અમુક લોકો આ અપીલને નકારી દેતા હોઈ છે અને લિંક કરાવતા નથી આથી આ વખતે આવક વેરાએ સપષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે લોકોએ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવ્યું હોઈ તેઓનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે મોબાઈલ થી લિંક કરવુ
- પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. (ખાસ નોંધ:- આ વેબસાઈટનું સર્વર સ્લો પણ હોઈ શકે છે આથી અમુક સમય ના અંતરે તમારે તપાસ કરતી રેવી પડશે.)
- જો આ વેબસાઈટ ખુલી જાય છે તો તમારે તેની ડાબી બાજુ એક ઓપ્શન દેખાશે ‘લિંક આધાર’ હવે તેના પર ક્લિક કરો. એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
- આ પેજ પર તમારો આધારનંબર અને પાનકાર્ડનંબર દાખલ કરો.
- હવે નીચે વેલિડિટી નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- જો આધારકાર્ડ માં તમારું નામ, જન્મતારીખ અને સરનામું પાનકાર્ડ માં મેચ થશે તો તમને એક otp તમારા આધારકાર્ડ માં આપેલા મોબાઈલ નંબર પર આવશે.
- અહીં સાઈટ પર નાખવાનો રહશે ત્યારબાદ તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઇ જશે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ક્યારેક ક્યારેક વેબસાઈટનું સર્વર ડાઉન હોવાથી વેબસાઈટ પરથી લોકો લિંક કરવાની પ્રોસેસ ને પુરી કરવામાં મુશ્કેલીઓનો એનુંભવ કરતા હોઈ છે. આથી સરકારે મોબાઈલ પર થી એક મેસેજ કરીને લિંક કરવાની પ્રોસેસ આપી છે.
જે લોકો આધાર અને પાનકાર્ડને લિંક કરાવવા માંગે છે તેઓ એ સૌપ્રથમ પોતાના આધારકાર્ડ માં રજીસ્ટર્ડ ઓબાઇલ નંબરથી 567678 અથવા 56161 પર એક એસએમએસ મોકલવાનો રહેશે. જેનું ફોર્મેટ આ રીતે છે. UIDPAN<સ્પેસ><12 આંકડાનો આધાર કાર્ડ નંબર><સ્પેસ><10 આંકડાનો પાનકાર્ડ નંબર> હવે આ મેસેજને 567678 અથવા 56161 પર મોકલી આપો.
આવીજ ઉપયોગી માહિતીઓ દરરોજ તમારા વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા ગુજરાત માહિતી ગ્રુપ માં જોડાઓ