You are currently viewing How to Protect Chickpeas | ચણાની માવજત કેવી રીતે કરવી.

How to Protect Chickpeas | ચણાની માવજત કેવી રીતે કરવી.

How to Protect Chickpeas | Chickpea Farming Information | Chickpea Farming | Chickpea Crop 

ભારતમાં જે કાઈ કઠોળ પાકો વાવવામાં આવે છે તેમાં ચણાનું સ્થાન પ્રથમ છે , કારણ કે તેનો વિસ્તાર બીજા બધાજ કઠોળ પાકોના વિસ્તાર કરતા વધારે છે . દુનિયામાં ચણાનો કુલ વિસ્તાર અને ઉત્પાદનમાં ભારતનો ફાળો અનુક્રમે ૭૭ % અને ૮૨ % જેટલો છે . ઉત્પાદન અને વિસ્તારની દૃષ્ટિએ દાણાવાળા પાકમાં ભારતમાં ચણાનું ચોથું સ્થાન છે . પૂર્વ પંજાબ , ઉત્તરપ્રદેશ , બિહાર અને મધ્ય ભારતના વિસ્તાર ચણાના વાવેતર માટે અગત્યના છે .

ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા ખૂબ જ મહત્વનું ધરાવે છે . ગુજરાતમાં મોટાભાગનું વાવેતર સંગ્રહાયેલ ભેજ સ્થાન ચણાનું ચોમાસાનાં આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ , ભાવનગર , સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે .

પરંતુ ચણાના જાતની અગત્યતા અને તેના મૂલ્ય વર્ધિતનું મહત્વ જોતા આ પાક દાહોદ , પંચમહાલ , ભરુચ , નવસારી , ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળે છે . ચણાના મુખ્ય બે પ્રકાર હોય છે . દેશી , કે જેના દાણા નાના હોય છે , અને તેની છાલની સપાટી ઘેરી અને ખરબચડી હોય છે . દેશી ચણાને બેંગાલ ગ્રામ અથવા કાળા ચણા પણ કહે છે .

આવા ચણા મોટા ભાગે ભારતીય ઉપમહાદ્વીપ , ઈથોપિયા , મેક્સિકો અને ઈરાનમાં ઉગાડાય છે . કાબુલી , કે જેના દાણા મોટાં હોય છે . તેની છાલ હળવા રંગની અને લીસી હોય છે . સફેદ ચણા ભારતમાં સૌથી પહેલા અફઘાનીસ્તાનમાંથી આવતાં તેથી તેને કાબુલી ચણા કહેવાયા . તેને સફેદ ચણા પણ કહેચાય છે .

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

આવા ચણા દક્ષીણ યુરોપ , ઉત્તર આફ્રિકા , અફઘાનીસ્તાન , પાકિસ્તાન અને ચીલીમાં ઉગાડવામાં આવે છે . દેશી ચણામાં પાચક રેશાનું પ્રમાણ કાબુલી ચણાને મુકાબલે ઘણું વધારે હોય છે . આને કારાણે તે ઓછી ગ્લાયકેમિકનો અંક ધરાવે છે અને તે ડાયાબિટીસ ધરાવતા દરદીઓ માટે વધુ ફાયદાકારક છે . દેશી ચણાની છાલ કાઢીને તેના બે ભાગને છૂટા કરી ચણાની દાળ મેળવવામાં આવે છે . ચણા એ જસત અને પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે .

ચણામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને તે મોટે ભાગે પોલીસેચ્યુરેટેડ હોય છે . ૧૦૦ ગ્રામ બાફેલા ચણામાં ૧૬૪ કેલેરી હોય છે . તેમાં ૨ ગ્રામ ચરબી ( ૦.૨૭ ગ્રામ સતૃપ્ત ચરબી ) , ૭.૬ ગ્રામ પાચક રેષા અને ૮.૯ ગ્રામ પ્રોટીન હોય છે . ચણામાંથી ખાદ્ય ફોસ્ફરસ ( ૧૬૮ મિગ્રા | ૧૦૦ ગ્રામ ) પણ મળે છે , જે તેટલા જ પ્રમાણના દૂધના કરતાં વધારે હોય છે . બદલાતી સિઝનમાં ચણાના પાકમાં અનેક રોગોથી નુકસાન થવાની શક્યતા વધી જાય છે .

કઠોળ પાકોમાં રોગને કારણે ૨૦ ટકા જેટલુ નુકસાન થાય છે . પાકમાં આવતા રોગો અને જીવાતોના ઉપદ્રવના કારણે તેના ઉત્પાદનની સાથે સાથે ગુણવત્તા પર પણ વિપરીત અસર જોવા મળે છે . પરંતુ યોગ્ય કાળજી અને યોગ્ય વ્યવસ્થાપનથી આપણે આપણા પાકના અનેક રોગો અને જીવાતોથી છુટકારો મેળવી શકીએ છીએ .

ચણામાં આવતા રોગો : કોલાર રોટ / સફેદ ફૂગઃ આ રોગ સ્કેલેરોસીયમ રોલ્ફસાઈ નામની ફુગથી થાય છે અને ખેડુતો તેને “ સફેદ ફૂગ ” ના નામે ઓળખે છે . જમીન જન્ય ફુગથી થતા આ રોગમાં છોડના જમીનના લગોલગ ભાગ પર કાળાશ પડતા ડાઘા જોવા મળે છે . શરૂઆતમાં આવા રોગિષ્ટ છોડ પર જમીનની લગોલગ થડ ઉપર સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે . પાન પીળા પડી જાય છે . ખેતરમાં દુરથી અસરગ્રસ્ત છોડ લંઘાતા જોવા મળે છે .

સુકારોઃ  આ રોગ જમીન જન્ય ફુગથી થાય છે . આ રોગ પાકની કોઈ પણ અવસ્થામાં જોવા મળે છે . ચણા પાકમાં શરૂઆતની અવસ્થામાં એટલે કે વાવણી બાદ ત્રણ ઢળી પડે છે અને સુકાઈ જાય છે અને પાછલી અવસ્થામાં પણ જોવા મળે છે . શરૂમાં જમીનમાં ભેજ હોવા છતાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેમ ચીમળાયેલો દેખાય છે .

છોડના પાન પીળા પડી જાય છે . ધીમે ધીમે અથવાતો ઘણી વખત અચાનકર્ છોડ સુકાઈ જાય છે . રોગીસ્ટ છોડના થડને ઉભું ચીરીને જોતા મધ્યમાં રહેલ જલવાહીની કાળા અને ભૂખરા રંગની લાઈનો જોવા મળે છે . ચણાનો સ્ટંટ વાયરસઃ આ રોગનો ફેલાવો મોલોમશી નામની જીવાતથી થાય છે . ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે . ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે .

આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવી જાય તો છોડ કદમાં નાનો રહી જાય છે . બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે . પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરા રંગના થઇ જાય છે . પાન અને થડ બરડ અને જાડા થઇ જાય છે . રોગીસ્ટ છોડની થડની છાલ ઉખેડતા છાલ નીચે ઘેરો કથ્થાઈ રંગની દેખાઈ છે.

સંકલિત રોગ વ્યવસ્થાપન: રોગ પ્રતિકારક જાત જેવિકે જીજેજી -૩ , જીજેજી -૬ , જીજી -૫ નું વાવેતર કરવું . પાકની ફેરબદલી કરવી . વાવતા પહેલા પૂરતા પ્રમાણમાં છાણીયુ ખાતર નાખવું . નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવો .

ઉનાળામાં ઊંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષો દુર કરવા . શક્ય હોય તો જુવાર , લસણ , ડુંગળી જેવા પાક સાથે પાક ફેરબદલી કરવી , ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા બદલવા . રોગમુક્ત બીજની પસંદગી કરવી તથા પાકની સમયસર વાવણી કરવી . ટાલ્ક આધારિત ટ્રાયકોડર્મા જૈવિક ફૂગની ૧ કી.ગ્રા . બીજ દીઠ ૧૦ ગ્રામ પ્રમાણે પટ આપવો .

વાવેતર પહેલા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ ૫ કિલો ૫૦૦ કિલો છાણીયા ખાતર અથવા દિવેલા કે રાયડાના ખોળ સાથે મિક્ષ કરી વાવણી સમયે ચાસમાં આપવાથીરોગનું સારું નિયંત્રણ થાય છે . બીજને વાવતા પહેલા મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ પણ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો . રોગિષ્ટ છોડનો બાળીને નાશ કરવો .

રોગો વિષાણુંજન્ય મોલોમશી , સફેદમાખી જેવી રસ ચૂસતી જીવાતો મારફતે ફેલાતા હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા જેવી કે મીથાયલ ઓ – ડીમેટોન ૨૫ EC @ ૧૨ મિ.લી. ૧૦ લિટર પાણીમાં અથવા ડાયમિથિઓએટ ૩૦ EC @ ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં અથવા ફીપ્રોનીલ ૫ SC @ ૨૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં નાંખી છંટકાવ કરવો .

  • મર્યાદિતવિસ્તારમાંસુકારોહોયતો , સુકાતાછોડનીફરતેકાબેંડાઝીમદવા૧૫ગ્રામ૧૫લીટરપાણીમાંમિશ્રકરીછોડનીફરતેરેડવું .
  • પાકમાંસુકારાનોરોગઆવેએટલેટેબૂકોનાઝોલ૨૫EC @ ૧૫ મિલી / ૧૫ લીટર પાણી અથવા કાર્બેડાઝીમ ૧૨ % + મેંકોઝેબ ૬૩WP @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટવાથી રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે .

ચણાનીજીવાતોઃચણામાંમુખ્યત્વેપોપટાકોરીખાનારલીલીઈયળનોઉપદ્રવવધુજોવામળેછે . શરૂઆતમાંલીલાપાનઅનેછોડનીડુંખખાયછે , ત્યારબાદપોપટાઅવસ્થાએપોપટાકોરીખાયછે . પોપટામાં કાણું પાડી શરીરનો અડધો ભાગ પોપટામાં દાખલ કરી ખોરાક લેતી હોય છે . આ ઈયળ બહુ ખાઉધરી હોય છે .

તેથી તેની વસ્તી ઘણી ઓછી હોય તો પણ તે ઉત્પાદન પર સીધી અસર કરે છે . એના નિયત્રણ માટે નીચે મુજબ દર્શાવેલુ સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવું

સંકલિત જીવાત વ્યવસ્થાપનઃ જીવાત પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવા માટે પસંદ કરવી . દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટરે વાપરવો.

ઈંડાના સમૂહ અને ઈયળોને વીણીને નાશ કરવો . ભમરી ટ્રાયકોગ્રામાં ૧.૫ લાખ હેકટરે છોડવાથી લીલી ઈયળનું સારું નિયંત્રણ મેળવી શકાય . બેસીલસથુરેન્જીસીસ નામના જીવાણુંનો પાવડર ૨ ગ્રામ લિટર અથવા એનપીવી એચ.એ. ( Ha – NPV ) ૨૫૦ એલઈ હૈ નો સાબુ કે કપડા ધોવાનો પાવડર ૧ ગ્રામ / લિટર પાણી મુજબ સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો . લીલી ઈયળ ના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટરે ખેતરમાં ગોઠવવા .

પક્ષીઓને બેસવા ટેકા બેલીખડા પ્રતિ હેકટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવાથી ઈયળો અને ફૂદીનું ભક્ષણ થાય છે . લીંબોળીના મીંજનો ગ્રામ અથવા ભૂકો ૫૦૦ લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છટકાવ કરવા .

લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ SC @ ૫ મિ.લિ + સ્ટિકર @ ૬ મિ.લી. / ૧૫ લિટર પાણી અથવા સ્પીનોસેડ ૪૫SC @ ૭.૫ મિ.લી. / ૧૫ લિટર પાણી અથવા લેમ્ડાસાઈહલોથ્રિન ૫ EC @ ૭.૫ મિ.લી. / ૧૫ લિટર પાણી અથવા થાયોડીકાર્બ ૭૫ WP @ ૪૦ ગ્રામ / ૧૫ લિટર પાણી મુજબ છાંટો . ભાલ અને ઘેડ જેવા વિસ્તાર કે જ્યાં છંટકાવ શક્ય ન હોય ત્યાં ક્લોર્રપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા . પ્રમાણે છાંટવી .

મિત્રો સાથે શેર કરો

Leave a Reply