You are currently viewing બરફના ગોળા તમને કરી શકે છે હોસ્પિટલ ભેગા, રંગોમાં હોય છે આ ખતરનાક ઝેરી કેમિકલ જલ્દીથી જાણી લો નહીતો પછતાવું પડશે

બરફના ગોળા તમને કરી શકે છે હોસ્પિટલ ભેગા, રંગોમાં હોય છે આ ખતરનાક ઝેરી કેમિકલ જલ્દીથી જાણી લો નહીતો પછતાવું પડશે

Health Tips: ઉનાળાની સીઝન શરૂઆત થાય એટલે શહેરથી માંડીને ગામડાઓ સુધી શેરીએ શેરીએ બરફના ગોળા વાળા ની  લારીઓ દેખાતી હોય છે. જુદા જુદા રંગના બરફના ગોળાઓ જોઈને બાળકો થી મંદીને ગલઢાઓ સુધી બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. બપોર વચારે બાળકો બરફના ગોળા ખાવા માટે ખુબજ તત્પર રહેતા હોય છે. પરંતુ તમે લોકો નહિ જાણતા હોવ કે થોડાક ક્ષણો માટે શરીરને ઠંડક આપતા ગોળાઓ તમારા બાળકોને  હોસ્પિટલ ભેગા કરી શકે છે. બરફના ગોળાઓને રંગીન બનાવવા માટે જે કલર નો ઉપયોગ કરવામાં આવે છે તે ખુબજ ઘાતક કેમિકલ યુક્ત હોય છે જે તમારા શરીરને બીમાર થી અતિ બીમાર પાડવા માટે કાફી હોય છે.




ડોકટરો જણાવે છે કે રંગબેરંગી બરફના ગોળાઓ બનાવવા માટે જે ચાસણી ઉપયોગ કરવામાં આવે છે તેમાં કેમિકલ ભેળવેલ રંગો ઉમેરવામાં આવતા હોય. આ કેમિકલ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિ કારક હોય છે. અહીં તેઓએ જણાવ્યું કે બરફના ગોળામાં ઉમેરેલ સેકરીન એ બાળકોના પેટ અને લીવરને બગાડી શકે છે.. કેમિકલ ભેળવેલ રંગ વાળા ગોળાઓ ખાવાથી પેટની બીમારીઓ, ત્વચાની અનેક બીમારીઓ, ગળામાં ઇન્ફેક્શન (સોજો આવવો), નિમોનિયા, ટાઈફોડ, ઝાડા ઉલટી જેવી પણ બીમારીઓ થઇ શકે છે.




અનેક રેકડીવાળા બરફની ફેક્ટરી માંથી બરફ લઈ આવતા હોય છે જે  બરફ ખાવા માટે હોતો નથી. આ બરફનો ઉપયોગ મુખ્યત્વે ખાદ્ય પદાર્થોને ઠંડા રાખવા માટે કરવામાં આવતો હોય છે. અને આ ખુબજ સસ્તો હોવાથી રેંકડીવાળા લોકો આને લઇ આવતા હોય છે અને તેમાં રંગબે રંગી કલર નાખીને આપણે ખવડાવતા હોય છે.

આ માહિતી ને તમારા વૉટ્સઍપ માં રહેલા દરેક ગ્રુપ માં શેર કરો જેથી લોકોને આ વાત ની માહિતી મળે અને તે બીમાર ન થાય

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply